શોધખોળ કરો
સુષમા સ્વરાજનો twitter પર રેકોર્ડ, સૌથી વધારે ફોલો કરનારી પ્રથમ મહિલા

1/4

જ્યારે જો વાત રીટ્વીટ કરવાની આવે તો સાઉદી અરબના શાહ સલમાન સૌથી આગળ છે. તેણે મે 2017થી મે 2018ની વચ્ચે માત્ર 11 ટ્વીટ કર્યા, પરંતુ તેમના દરેક ટ્વીટને સરેરાશ 1,54,294 રીટ્વીટ મળ્યા. રીટ્વીટના મામલે ટ્રમ્પની સરેરાશ ખૂબ જ ઓછી માત્ર 20,319 રહી છે.
2/4

વિદેશ મંત્રી સુષમા સ્વરાજના ફોલોઅર્સની સંખ્યા 1.1 કરોડ છે. જે કોઈપણ મહિલાને ફોલો કરનારાઓની સૌથી વધારે સંખ્યા છે. સંપૂર્ણ યાદીની વાત કરીએ તો સુષમા સ્વરાજ ફોલોઅર્સના મામલે 7માં નંબર પર છે. સ્વરાજનું નામ લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયું છે. તમને જણાવીએ કે, સુષમા સ્વરાજે ટ્વીટરના માધ્યમથી લોકોની મદદ કરવાનું કામ કર્યું છે. વિદેશમાં ફસાયેલ ભારતીયોને સુષમા સ્વરાજ ટ્વીટર દ્વારા અનેક વખત મદદ કરી ચૂક્યા છે.
3/4

કંપનીના અહેવાલ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્વીટર ફોલોઅરની સંખ્યા પ્રમાણે વિશ્વમાં ત્રીજા અને ચોથા સ્થાન પર છે. મોદીનું વ્યક્તિગત ટ્વીટર એકાઉન્ટ નરેન્દ્ર મોદી 4.2 કરોડ ફોલોઅર સાથે ત્રીજા સ્થાન પર અને તેમનું સત્તાવાર એકાઉન્ટ પીએમઓ ઇન્ડિયા 2.6 કરોડ ફોલોઅર સાથે ચોથા નંબર પર છે. આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વ્યક્તિગત એકાઉન્ટ રિયલ ડોનાલ્ડ ટ્રમ્પ 5.2 કરોડ ફોલોઅરની સાથે ટોચ પર છે, જ્યારે 4.7 કરોડ ફોલોઅરની સાથે પોપ ફ્રાન્સિસ આ યાદીમાં બીજા નંબર પર છે.
4/4

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્વીટર ફોલોઅરની સંખ્યાના મામલે વિશ્વની ત્રીજી સૌથી મોટા વ્યક્તિ છે. મોદીથી વધુ ફોલોઅર પોપ ફ્રાન્સિસ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. જ્યારે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ વિશ્વની સૌથી વધુ ફોલોઅર ધરાવતી પ્રથમ મહિલા બની ગયા છે. ઓવરઓલ રેન્કિંગમાં તેમનું સ્થાન સાતમું છે. સંચાર એજન્સી બીસીડબલ્યૂએ પોતાના એક અહેવાલમાં આ જાણકારી આપી છે.
Published at : 11 Jul 2018 12:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગાંધીનગર
અમદાવાદ
ગુજરાત
Advertisement
