જયલલિતાને ગઈ કાલે, રવિવારે સાંજે હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને એમને એક્સ્ટ્રાકોર્પોરિઅલ મેમ્બ્રેન ઓક્સીજનેશન (ECMO) અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતાં.
2/6
ચેન્નાઈ: તામિલનાડુનાં મુખ્યપ્રધાન અને અન્નાદ્રમુક (AIADMK) પાર્ટીનાં વડાં જયલલિતા જયરામનનું આજે રાતે અહીંની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 68 વર્ષનાં હતાં. સોમવારે રાત્રે 11.30 વાગ્યે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. 12.20 વાગ્યે એપોલો હોસ્પિટલે સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું.
3/6
જયલલિતાનાં પાર્થિવ શરીરને ચેન્નાઈમાં રાજાજી હોલ ખાતે જનતાનાં દર્શન માટે રાખવામાં આવ્યો છે. લોકપ્રિય નેતાનાં અંતિમ દર્શન કરવા માટે એમનાં પ્રશંસકો, સમર્થકોની મોટી ભીડ જમા થઈ છે.
4/6
નાણાંપ્રધાન ઓ. પન્નીરસેલ્વમે ગઈ કાલે રાતે જ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આજે અંતિમ સંસ્કાર વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન તથા કેન્દ્રીય પ્રધાન પોન રાધાકૃષ્ણન કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે અંતિમ સંસ્કારમાં ભાગ લેશે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ચેન્નાઈ પહોંચી જયલલિતાને પુષ્પાંજલિ અર્પિત કરશે.
5/6
જયલલિતાનાં અંતિમ સંસ્કાર આજે સાંજે 4.30 વાગ્યે કરવામાં આવશે. તામિલનાડુ રાજ્યમાં આજથી સાત દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. આજથી ત્રણ દિવસ સુધી શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.
6/6
1948ની 24 ફેબ્રુઆરીએ અગાઉના મૈસુર રાજ્યના માંડ્યામાં જન્મેલાં જયલલિતાને છેલ્લા પોણા બે મહિનાથી એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં હતાં.