શોધખોળ કરો

Gandhinagar: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું તો પોલીસે આપ્યું ફુલ, ખાખીનું આ નવું સ્વરુપ જોઈ વાહનચાલકો પણ ચોંક્યા

Gandhinagar: તા.૩૦મી ઓક્ટોબરથી તા.૬ઠ્ઠી નવેમ્બર દરમિયાન તહેવારોમાં પોલીસ ‘પાવતી બુક’ લઇને નહિ, પરંતુ ફુલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઇને ઉભેલી જોવા મળશે.

ગાંધીનગર: ગુજરાત પોલીસ (Gujarat Police)દ્વારા દિવાળી(Diwali 2024)ના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ તહેવારોમાં અલગ અલગ માર્કેટ પ્લેસ, હાઇવે કે વિવિધ સર્કલ ઉપર ઉભી રહેતી પોલીસ ‘પાવતી બુક’ લઇને નહિ, પરંતુ ફુલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઇને ઉભેલી જોવા મળશે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકને પોલીસ દ્વારા ફુલ આપીને તેમણે જે નિયમનો ભંગ કરવાની ભુલ કરી છે તેનાથી તેમને તથા તેમના પરિવારને શુ નુક્શાન થઇ શકે છે અને માનવજીવનનુ મુલ્ય વાહનચાલકના પોતાના પરિવાર માટે કેટલુ વિશેષ છે તેની સમજ આપવામાં આવશે. 

દિવાળી પર રાજ્યમાં વાહનોની અવર-જવર વધુ પ્રમાણમાં રહેશે

દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યમાં વાહનોની અવર-જવર વધુ પ્રમાણમાં રહેશે. જેથી, રાજ્યભરમાં માર્ગ સલામતિ અંતર્ગત ટ્રાફિકના નિયમોની અમલવારી કરાવવા માટે તેમજ વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા ઉપરાંત માર્ગ અકસ્માતોના બનાવો ન બને અને વાહન ચાલક તેમજ તેમના પરિવારની સલામતિ જળવાય તે માટે ટ્રાફિક અવેરનેસનો આ નવતર અભિગમ અપનાવ્યો છે. 

ટ્રાફિક નિયમોની સમજ આપવામાં આવશે

આજે તારિખ ૩૦મી ઓક્ટોબર થી તારિખ ૦૬ઠ્ઠી નવેમ્બર ૨૦૨૪ દરમિયાન હેલ્મેટ, સીટ બેલ્ટ, ઓવર સ્પીડ, રોંગ સાઇટ ડ્રાઇવીંગ તેમજ લેન ભંગ સહિતના ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકને તેમણે જે નિયમ ભંગ કર્યો છે તે મુજબનું અવેરનેસ પેમ્ફલેટ પોલીસ દ્વારા આપવામાં આવશે. તેની સાથે સાંકેતિકરૂપે વાહન ચાલકને ફુલ આપી ટ્રાફિક નિયમોની સમજ આપવામાં આવશે અને હવેથી ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજાવવામાં આવશે.

કોઇ ટ્રાફિક કૉન્સ્ટેબલ તમારી ગાડીની ચાવી કે હવા નથી કાઢી શકતો, જાણી લો આ નિયમ

જ્યારે પણ તમે કાર ચલાવો છો, ત્યારે તમે જાણતા-અજાણતા ભૂલ કરી બેસો છો. આવી સ્થિતિમાં, જો ટ્રાફિક પોલીસ તમને રોકે અને કારમાંથી ચાવી કાઢી લે અથવા ટ્રાફિક પોલીસ તમને ધરપકડ કરવા અથવા વાહન જપ્ત કરવા કહે, તો તમારે અહીં આવા સમયે તમારા અધિકારો જાણવાની જરૂર છે.

અહીં જાણી લો નિયમ 
જો કોઈ ભૂલને કારણે તમારું ચલણ આપવામાં આવે છે, તો તમારે સૌથી પહેલા તપાસ કરવી જોઈએ કે ટ્રાફિક પોલીસ પાસે ચલણ બૂક છે કે ઈ-ચલણ મશીન. જો આ બેમાંથી એક પણ વસ્તુ ટ્રાફિક પોલીસ પાસે ના હોય તો તમારું ચલણ આપી નહીં શકે. 

બીજી વાત એ છે કે ટ્રાફિક પોલીસ માટે યૂનિફોર્મમાં હોવું ખૂબ જ જરૂરી છે. યૂનિફોર્મ પર બકલની સાથે નામ પણ હોવું જોઈએ. જો કોઈ પણ પરિસ્થિતિમાં તેણે યૂનિફોર્મ પહેર્યો નથી, તો તેની પાસે ઓળખ કાર્ડ બતાવવાનું કહી શકો છો. 

જો ટ્રાફિક કૉન્સ્ટેબલ તમારી કારની ચાવી કાઢી લે તો તરત જ તેનો વીડિયો બનાવો અને તમે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જઈને સીનિયર ઓફિસરને ફરિયાદ કરી શકો છો.

આ પણ વાંચો....

રાજ્યની 4 મહાનગરપાલિકાઓ અને 4 નગરપાલિકાને રાજ્ય સરકારની દિવાળી ભેટ, 1664 કરોડ રૂપિયા ફાળવ્યા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
Embed widget