મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 13 પૈસા અને 9 પૈસાનો ઘટાડો થયો છે. આ પહેલા પણ સાત દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. કર્ણાટક ચૂંટણી દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ન્હોતો કર્યો. પરંતુ ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના શરૂ થયા હતા. આ પ્રકારે ગત વર્ષે આંધ્ર પ્રદેશમાં રાયલસીમા વિસ્તારમાં એક ખેડૂતે હેરાન થઇને વડાપ્રધાન મોદીને જન્મદિવસ ઉપર 68 પૈસાનો ચેક મોકલ્યો હતો.
2/3
ચંદ્રૈય્યાએ જણાવ્યું કે તમે ક્રડૂની કિંમતમાં 9 પૈસાનો ઘટાડો કર્યો છે. કિંમત ઘટવાથી મારે આટલા પૈસાની બચત થઈ છે અને હવે તેને હું પીએમ રિલીફ ફંડમાં દાન કરું છું. આશા છે કે આ રકમ સારા કામમાં ઉપયોગમાં લેવામાં આવશે.
3/3
નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલની કિંમતથી પરેશાન થઈને તંલગાણાની એક વ્યક્તિએ આ ઘટાડાનો વિરોધ કરતાં પ્રધાનમંત્રી રાહત ફંડમાં 9 પૈસાનું દાન આપ્યું છે. સિરસિલા જિલ્લાના કે. વી. ચંદ્રૈય્યાએ પ્રજા વાણી કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરને આ ચેક સોંપ્યો છે. તેણે કહ્યું કે, ઘણાં દિવસથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં રોજ વધારો કરવામાં આવી રહ્યો હતો અને હવે તેની કિંમતમાં ઘટાડો રૂપિયાને બદેલ પૈસામાં કરવામાં આવી રહ્યો છે.