શોધખોળ કરો
ઓડિશામાં તિતલી વાવાઝોડાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, ભારે પવન સાથે પડી રહ્યો છે વરસાદ
1/4

ખુબ જ ખતરનાક થયેલા તિતલી વાવાઝોડાના પગલે ઓડિશામાં સ્કૂલ-કોલેજો બંધ કરાઇ છે. જ્યારે ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે.
2/4

ઓડિશાના કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. જેમાં ગંઝા, ખુર્દા, પુરી, જગતિસિંહપુર અને કેન્દ્રપાડામાંલોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તિતલી ચક્રવાતના પગલે ટ્રેન પરિવહનને અસર પડી છે. અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે. જ્યાકે કેટલીક ટ્રેનોના રુટ બદલવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારોમાં તિતલીનો કહેર ચાલું છે. અહીં શ્રીકાકુલમ જિલ્લામાં ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઇ રહ્યો છે.
Published at : 11 Oct 2018 08:32 AM (IST)
View More





















