મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ સાથે દુશ્મની વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ભાષાની મર્યાદા પણ ભુલી બેઠા છે. ઠાકરેએ ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભોગી કહ્યા હતા. ઠાકરે એટલે નહી અટકતા તેમણે કહ્યુ કે વિરારમાં શિવાજીની પ્રતિમાને ફૂલહાર દરમિયાન યોગીએ પોતાનાં ચપ્પલ પણ નહોતા ઉતાર્યા. યોગીને ચપ્પલથી મારવા જોઇએ. ઠાકરેએ કહ્યું કે ઇશ્વરનાં પ્રતિરૂપ શિવાજી મહારાજની પ્રતિમા સમક્ષ જતા પહેલા પોતાનાં ચપ્પલ ઉતારવા તેમનાં પ્રત્યેનું સન્માન પ્રકટ કરે છે. જો કે યોગીએ તેવું કર્યું નહી. તેમની પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય ? આ શિવાજીનું અપમાન છે.
2/3
એક મરાઠી ચેનલ સાથેની વાતચીતમાં ઉદ્ધવે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની યુવા પેઢીમાં હિન્દુત્વનાં આદર્શ નથી ઝલકતા. શિવસેના પ્રમુખને પુછવામાં આવ્યું હતું કે, શું તેમને અફસોસ છે કે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનાત પાર્ટી તેમની સહયોગી છે તેનાં જવાબમાં ઉદ્ધવે કહ્યું કે આ દુર્ભાગ્યપુર્ણ છે. કેટલીક બાબતે અફસોસ છે, કારણ કે ભાજપની નવી પેઢીમાં હિન્દુત્વનાં આદર્શો નથી દેખાઇ રહ્યા.
3/3
ઉદ્ધવે કહ્યું કે, સત્તામાં આવ્યા બાદ ભાજપ અહંકારી પાર્ટી બની ચુકી છે. 28 તારીખે યોજાનાર પાલઘર લોકસભા પેટા ચૂંટણી અહંકાર અને વફાદારીની વચ્ચે થશે. તેમણે કહ્યું કે, સત્તામાં આવ્યા બાદ તે અહંકારી થઇ ગઇ છે. પાલઘરની ચૂંટણી બાદ ભાજપને પોતાનું સ્થાન ખબર પડી જશે.