માલવિયને જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો કે શું આ વીડિયો ઓપરેશન થિયેટરમાં બનાવવામાં આવ્યો છે? તો તેમણે કોઈ પણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી હતી. આ દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે, આ સંબંધમાં હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ થઈ નથી.
2/5
સૂત્રોના જણાવ્યાં મુજબ આ વીડિયોમાં જે મહિલા જોવા મળી રહી છે તે નર્સ તરીકે કામ કરે છે. આ વીડિયો જિલ્લા હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં બનાવવામાં આવ્યો છે તેવું જાણવા મળ્યું છે.
3/5
મિશ્રાએ જણાવ્યું હતું કે, મેં નિદારિયાને નોટિસ ફટકારી છે. તેઓ છેલ્લા બે દિવસથી રજા પર છે. તેમનો જવાબ આવ્યા બાદ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લાના મુખ્ય ચિકિત્સા તથા સ્વાસ્થ્ય અધિકારી (સીએમએચઓ) ડો. મોહન માલવિયે કહ્યું હતું કે, સંભાગીય આયુક્ત આ ઘટનાની તપાસના આદેશ આપશે.
4/5
ઉજ્જૈન જિલ્લા કલેક્ટર શશાંક મિશ્રાએ જણાવ્યું હતું કે, કિસ કરવાનો જે મામલો સામે આવ્યો છે તે કોઈ અધિકારી માટે યોગ્ય નથી. આ મામલાની ગંભીરતાને જોતાં મેં જિલ્લા હોસ્પિટલમાં પદભાર સંભાળતા સિવિલ સર્જન ડો. રાજુ નિદારિયાને પદ પરથી હટાવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, તેમના સ્થાને ડો. પી.એન.વર્માને નિયુક્ત કરવામાં આવી છે.
5/5
ઉજ્જૈન: મધ્ય પ્રદેશના ઉજ્જૈનના હોસ્પિટલના સિવિલ સર્જનનો કથિત એક મહિલા સહકર્મીને કિસ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેના કારણે રવિવારે હોસ્પિટલના સિવિલ સર્જનને પદ પરથી હટાવવામાં આવ્યાં હતાં.