મીડિયા રિપોર્ટ્સ મુજબ પવન કેસરીને એક ગોળી માથામાં અને એક ગોળી કાન પાસે વાગી હતી. જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના બાદ પવનનો મિત્ર પણ લાપતા છે. પોલીસ આફના પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે. હાલ હત્યાનું કારણ જાણી શકાયું નથી.
2/4
લખનઉઃ મંગળવારે ઉત્તર પ્રદેશના ફૂલપુરમાં બીજેપી નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક બીજેપી નેતાનું નામ પવન કેસરી (ઉં.35 વર્ષ) જણાવવામાં આવી રહ્યું છે. પવન ફૂલપુર નગર પંચાયતનો સભ્યો હતો.
3/4
બીજેપી નેતા અને ફૂલપુર નગર પંચાયતના લોચનગંજ વોર્ડના સભ્ય પવન કેસરી તેના મિત્ર આરિફને નજીકના ગામ શખપુરમાં ગત રાતે 9 વાગે સ્કૂટી લઈને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા હુમલાખોરોએ આવીને તેના પર ફાયરિંગ કર્યું હતું.
4/4
ગોળી વાગ્યા બાદ પવનને સ્વરૂપ રાની નેહરુ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ફૂલપુર પોલીસે બીજેપી નેતાની હત્યા બાદ ત્રણ લોકોની અટકાયત કરી છે. પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.