જ્યારે છોકરીવાળાના માતા પિતાએ લગ્ન ના તોડવા આજીજી કરી તો છોકરાના પિતાએ 65 લાખ રૂપિયાની માંગણી કરી હતી. સાથે કહ્યું હતું કે, તે પોતાના પુત્રને અમેરિકા મોકલવા માંગે છે.
2/6
બાદમાં છોકરીવાળાના ઘરવાળાઓએ અમરોહા એસપી બિપીન પાસે આ મામલે ફરિયાદ નોંધાવી દીધી હતી, જેમાં દહેજ અને વૉટ્સએપ બન્નેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
3/6
ઉલ્લેખનીય છે કે, જાન આવવાનો એક કલાક જેટલોજ સમય બાકી હતો ત્યારે આ નિર્ણય લેવાતા છોકરીવાળા મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
4/6
જાન ના આવવાના સમાચાર સાંભળીને છોકરી તુબાના માતા પિતા ઉરોજ મેહંદી છોકરા શાને ઘરે ભાગ્યા. અહીં યુવાન અને તેના પિતા કમર દૈહરે લગ્ન ના કરવાનું કારણ બતાવ્યુ વૉટ્સએપ. શાને આલમ અને હૈદરે કહ્યું કે, તમારી છોકરી વૉટ્સએપ વધારે પડતુ વાપરે છે, અને છોકરાઓ સાથે ચેટિંગ કરે છે એટલા માટે અમે જાન લઇને નથી આવી શકતા.
5/6
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના અમરોહામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક મુસ્લિમ યુવતીને મુસ્લિમ યુવાને લગ્નના એક કલાક પહેલાજ નિકાહ કરવાની ના પાડી દીધી, તેમના લગ્ન તુટવાનું કારણ બીજુ કોઇ નહીં પણ વૉટ્સએપ બતાવવામાં આવી રહ્યું છે. આ ભલે ચોંકાવનારું લાગે પણ કારણ સત્ય છે.
6/6
માહિતી અનુસાર, યુપીના અમરોહાના નોગાવા ગામમાં રહેતો મુસ્લિમ યુવાન શાને આલામ કે જેનો નિકાહ તુબાની સાથે થવાના હતા. લગ્નની બધી તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ હતી, મહેમાનો પણ આવી ગયા હતા અને જાન લઇને જ્યારે જવાનું હતું ત્યારે છોકરાવાળાના ઘરેથી એકાએક ના આવી.