શોધખોળ કરો
લખનૌમાં પોલીસે યુવકને માથામાં ગોળી મારીને કરી હત્યા, પછી શું કર્યો વાહિયાત બચાવ ?
1/6

આ ઘટનાને લઈને યુપી પ્રશાસન પર અને પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાને દુખદ ગણાવતા કહ્યું કે, આ કોઈ એન્કાઉન્ટર નથી. જરૂર પડશે તો સીબીઆઈની તપાસ કરવામાં આવશે. સીએમ યોગી આદિત્યનાથ સરકારે પરિવારને 25 લાખ રૂપિયાની મદદ અને વિવેકની પત્નીને નોકરી આપવાની જાહેરાત કરી છે.
2/6

શુક્રવારે સાંજે એપલ કંપનીના બે ફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા હતાં. વિવેક તિવારી એપલ કંપનીના એરિયા મેનેજર હતા. તે મોડી રાતે ઓફિસથી નિકળ્યા હતા અને તેની સાથે તેની સહકર્મી સના પણ હતી. સનાને તે ઘરે છોડ્યા બાદ તે પોતાના ઘરે જવાનો હતો. રસ્તામાં પોલીસે તેને કાર રોકવા કહ્યું હતું, ગોળી મારનાર કૉન્સ્ટેબલ પ્રશાંતનું કહેવું છે કે, વિવેક કાર ભગાવવનો પ્રયાસ કર્યો હતો અને તેને મારી નાખવાના ઇરાદાથી બાઈક પર ગાડી ચઢાવી દીધી હતી. જેના બાદ કોન્સ્ટેબલે સ્વબચાવ માટે તેણે ગોળી ચલાવી હતી.
Published at : 30 Sep 2018 01:03 PM (IST)
View More




















