નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં ઝેરી દારૂ પીવાના કારણે અત્યાર સુધીમાં 70 લોકોના મોત થયા છે. ઉત્તરાખંડના હરિદ્વારામાં 13 લોકોના મોત થયા છે જ્યારે સહારનપુરમાં 46 અને કુશીનગરમાં 11 લોકોના મોત થયા છે. આટલી મોટી સંખ્યમાં મોત થયા બાદ યૂપી પોલીસ અને પ્રસાશન વિભાગમાં હડકંપ મચી ગયો છે.
2/3
તેમણે જણાવ્યું કે સહારનપુરના કેટલાક લોકો મેરઠની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને કેટલાક લોકો પર એનએસએ લગાવવાની પણ તૈયારી છે. સહારનપુર ઉત્તરાખંડ સરહદ પર દારૂ બની રહ્યો હતો ત્યાં અભિયાન ચલાવવામાં આવશે.
3/3
સહારનપુરના જિલ્લાધિકારીએ જણાવ્યું કે દારૂને તપાસ માટે લખનઉ લેબમાં મોકલવામાં આવી રહ્યો છે. 405 લીટર ગેરકાયદેસર દારૂ ઝપ્ત કરવામાં આવ્યો છે. જાણકારી મળી છે કે દારૂને કડક બનાવવા માટે ઉંદર મારવાની ઝેરી દવાનો ઉપયોગ કરવામાં આવતો હતો.