શોધખોળ કરો
લખનઉમાં 'આમ આદમી'નાં એન્કાઉન્ટરથી ચકચાર, મોત થતા પત્નીએ માંગ્યો CM યોગી પાસે જવાબ
1/5

લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉમાં બનેલી એક ઘટનાએ લોકોને સ્તબ્ધ કરી દિધા છે. ઓરોપ છે કે યૂપી પોલીસે ગોળી મારતા એક શખ્સનું મોત થયું છે. ઘટના લખનઉના પોશ વિસ્તાર ગોમતીનગરની છે જ્યાં એપલના એરિયા મેનેજર વિવેક તિવારીને યૂપી પોલીસે ગોળી મારી દિધી હતી. ગોળી મારનાર પોલીસ પોતાની ભૂલ માનવાનો ઈનકાર કરી રહ્યો છે. જ્યારે મૃતકની પત્નીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે જવાબ માંગ્યો છે.
2/5

વિવેકની પત્ની કલ્પનાએ કહ્યું કે, આ કોઈ એક્સિડન્ટ નથી. પોલીસે વિવેકની હત્યા કરી છે. તેઓ તેમની ભૂલ છુપાવવા પાયા વગરના આરોપ લગાવી રહ્યા છે. મને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસેથી જવાબ જોઈએ છે કે તેમણે મારા પતિની હત્યા કેમ કરી.
Published at : 29 Sep 2018 12:38 PM (IST)
View More





















