સાઉથ ભોપાલના ડીસીપીએ જણાવ્યું કે, ડેપ્યુટી કમિશ્નર પંકજ કુમાર સિંહ પર તેના સહકર્મીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. આ બંનેની ઓળખખાણ 2010માં થઈ હતી અને તેઓ કોઈ કામ અર્થે અહીંયા આવ્યા હતા. બંને એક જ હોટલમાં અલગ અલગ રૂમમાં રોકાયા હતા.
2/4
ઈન્દોરઃ ઉત્તરપ્રદેશ સરકારના વાણિજ્ય કર વિભાગમાં નોયડામાં ફરજ બજાવતાં ડેપ્યુટી કમિશ્નર પંકજ કુમાર સિંહ (42) પર તેની 38 વર્ષીય એક મહિલા ઓફિસરે કથિત રૂપે બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે આરોપી સામે મામલો નોંધી ધરપકડ કરી લેવામાં આવી છે.
3/4
ડીસીપીએ આગળ કહ્યું કે, આરોપી પંકજ 2 ઓગષ્ટની રાતે પીડિતાના રૂમમાં આવ્યો અને તેને ધમકી આપીને દુષ્કર્મ કર્યું. 5 ઓગષ્ટે પીડિતાએ દિલ્હી જવાનું હતું પરંતુ આરોપીએ તેને ન જવા દીધી. આ દિવસે હોટલમાં તેણે પીડિતાને ગાળો આપી, મારપીટ કરી અને ફરી વખત દુષ્કર્મ આચર્યું.
4/4
પીડિતાની ફરિયાદના આધારે આરોપી સામે કમલા નગર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 376 (બળાત્કાર), 294 (અશ્લીલ કાર્ય) અને 323 (જાણી જોઈને સ્વેચ્છાથી કોઈ ઈજા પહોંચાડવી) અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.