કેદારનાથઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના હર્ષિલમાં જવાનો સાથે દિવાળી મનાવ્યા બાદ કેદારનાથ આવી પહોંચ્યા હતા. અહીંયા પહોંચીને તેમણે બાબા કેદારનાથના દર્શન કર્યા હતા. મંદિર પરિસરની પરિક્રમા કરી હતી. મંદિરમાં પૂજા કરતાં પહેલા તેમણે વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું.
2/4
મોદીએ આજે સવારે દિવાળીની શુભકામના પાઠવતાં લખ્યું કે, દિવાળીની તમામ દેશવાસીઓને શુભકામના. પ્રકાશનું આ પર્વ તમામના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી શુભેચ્છા.
3/4
કેદારનાથમાં ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી પ્રકાશ પંત, ધનસિંહ રાવત, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અજય ભટ્ટ અને પતંજલિના આચાર્ય બાલકૃષ્ણએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.