બીસા ખેડી ગામના લોકો ખૂબ લાંબા સમયથી રસ્તા બનાવવાની માંગ કરી રહ્યા છે. જ્યારે ધારાસભ્ય વિજય સોનકર પોતાના કાર્યકર્તાઓ સાથે ગામમાં પહોંચ્યા તો લોકો ગુસ્સે ભરાયા હતા અને તેમણે ત્યાંથી ભાગવું પડ્યું હતું. ધારાસભ્યએ આ ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. તેમણે કહ્યું કૉંગ્રેસના નેતાઓ મને બદનામ કરવા માટે આ પ્રકારની ઘટનાઓ કરાવી રહ્યા છે.
2/3
લોકોએ તેમની સામે 'રોડ નહી તો વોટ નહી'ના નારા પણ લગાવ્યા હતા. ત્યારબાદ ધારાસભ્યને ત્યાંથી ભાગવું પડ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
3/3
ભોપાલ: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચાર પર નિકળેલા ભાજપના નેતાઓને ઘણા વિસ્તારમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્દૌરના સાવેરમાં ભાજપના ધારાસભ્ય રાજેશ સોનકર ચૂંટણી પ્રચાર માટે બીસાખેડી ગામ પહોંચ્યા તો લોકોએ તેમનો ગામમાં પ્રવેશને લઈને વિરોધ કર્યો હતો. લોકો તેમને ગાળો આપવા લાગ્યા હતા.