રેલવે સ્ટેશન પરની પોતાની તસવીર અંગે વાત કરતા રામચંદ્રને જણાવ્યું હતું કે, હું બેંગલુરુ જવા માટે મારા વતન પ્યાનોરના રેલવે સ્ટેશન પર ઉભો હતો તે સમયે કોઇએ મારી તસવીર ક્લિક કરી હતી. બેંગલુરુમાં મારો દીકરો કામ કરે છે. લોકો મારી તસવીરનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે.
2/5
રામચંદ્રન હાલમાં નિવૃતિ જીવન જીવી રહ્યા છે. તેમણે ગલ્ફ દેશોમાં થોડા વર્ષો સુધી કામ કર્યું હતું. તેઓ વડાપ્રધાન મોદીના ફેન છે. તેમના મતે મોદી સારા વહીવટીકર્તા છે. રામચંદ્રને જણાવ્યું કે, થોડા વર્ષો અગાઉ તેઓ જમ્મુમાં ટ્રેનની રાહ જોઇ રહ્યા હતા તે સમયે એક બાળકે મારી સાથે તસવીર ક્લિક કરાવવાની વિનંતી કરી હતી. ત્યારબાદ આર્મીના જવાનોએ પણ મારી સાથે સેલ્ફી લીધી હતી. ત્યાં મોદી જિંદાબાદના નારા પણ સાંભળ્યા હતા.
3/5
બાદમાં વડાપ્રધાન મોદી જેવા દેખાતા હોવાના કારણે રામચંદ્રનની આ તસવીર થોડા સમયમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઇ હતી. બાદમાં એઆઇબીએ પીએમ મોદીના જેવા દેખાતા રામચંદ્રનની આ તસવીરનો ઉપયોગ કર્યો હતો અને તેમાં સ્નેપચેટના ડોગ ફિલ્ટરનો ઉપયોગ કરતા દેખાડવામાં આવ્યા છે. AIBના આ ટ્વીટ બાદ લોકોએ તેની આલોચના કરી હતી. ત્યારબાદ કોમેડી ગ્રુપે આ ટવીટને ડિલીટ કર્યું હતું,
4/5
એક રિપોર્ટ પ્રમાણે, મોદી જેવો દેખાતા આ વ્યક્તિ કેરાલાના એમપી રામાચંદ્રન છે. તેમના કહેવા પ્રમાણે, તેઓ રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર ઉભા હોય છે ત્યારે ઘણા લોકો તેમની સાથે સેલ્ફી લેવાની વિનંતી કરતા હોય છે.
5/5
નવી દિલ્હીઃ તાજેતરમાં કોમેડી ગ્રુપ AIBએ રેલવે સ્ટેશન પર ઊભેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હમશકલની તસવીર પોસ્ટ કરી વિવાદ જગાવ્યો હતો. ટ્વિટર પર વડાપ્રધાન મોદીની મજાક ઉડાવવા બદલ ગ્રુપના કોમેડિયન તન્મય ભટ્ટ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તસવીરમાં પીએમ મોદી જેવા જ દેખાતા એક શખ્સનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ શખ્સ મોબાઈલમાં કંઈક ચેક કરી રહ્યો છે.