શોધખોળ કરો
ભાજપે ધાર્યું હોત તો દિલ્લીમાં મમતાને વાળથી પકડીને ઉઠાવીને બહાર ના ફેંકી શક્યા હોત ? ભાજપના ક્યા નેતાઓ કરી આવી ટીપ્પણી
1/2

જોકે, દિલીપના આ નિવેદનને કેન્દ્રિય મંત્રી અને ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયોએ નિરાશાજનક ગણાવ્યુ હતું. દિલીપે વધુમાં જણાવ્યુ હતું કે, અમને લોકતંત્રમાં વિશ્વાસ હોવાના કારણે અમે એવું કોઇ પગલુ ભરતા નથી. બાબુલ સુપ્રીયોએ જણાવ્યુ કે, હાલમાં પશ્વિમ બંગાળમાં સતાપક્ષ દ્ધારા ભાજપની હેરાનગતિ થઇ રહી છે જેનાથી નારાજ થઇને દિલીપ ઘોષે આવું નિવેદન આપ્યુ હશે. પરંતુ દિલીપ ઘોષે મુખ્યમંત્રીને લઇને આ પ્રકારની ટિપ્પણી કરવી જોઇએ નહીં.
2/2

કોલકત્તાઃ નોટબંધીનો વિરોધ કરી રહેલા પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને લઇને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે વિવાદીત નિવેદન આપ્યુ છે. એક પ્રેસ કોન્ફરન્સમાં દિલીપ ઘોષે નોટબંધીનો વિરોધ કરી રહેલા પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ધરણા પર ટિપ્પણી કરતા જણાવ્યુ હતું કે, દિલ્લી પોલીસ કેન્દ્રના હાથમાં છે. અમે ઇચ્છીએ તો મમતાના વાળ પકડીને ત્યાંથી હટાવી શકીએ છીએ પરંતુ અમને લોકતંત્ર પર વિશ્વાસ છે.
Published at : 12 Dec 2016 12:28 PM (IST)
Tags :
Mamata BanerjeeView More























