શોધખોળ કરો
ભાજપ સાંસદનો ખુલાસો, નેતાઓની સંપત્તિનો મુદ્દો ઉઠાવ્યો તો PMOમાંથી આવ્યો ફોન
1/3

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ, સુલ્તાનપુરથી સાંસદ વરુણ ગાંધીએ હરિયાણાની ભિવાની આદર્શ મહિલા કોલેજમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, તેઓ વારંવાર સાંસદોના પગારમાં વધારો અને સંપત્તિ જાહેર નહીં કરવાને લઈ અવાજ ઉઠાવતા રહે છે. દરેક વર્ગના કર્મચારીને તેની મહેનત અને ઇમાનદારીના હિસાબે પગાર વધારો મળે છે. જ્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે પીએમઓથી ફોન આવ્યો.
2/3

તેમણે એમ પણ કહ્યું કે, તે વડાપ્રધાનના પણ આભારી છે. કારણકે તેમણે આ મુદ્દે પગલું ભર્યું છે. હવે સાંસદોનો પગાર સંસદીય સમિતિ નક્કી કરશે. દેશમાં વધી રહેલા ભ્રષ્ટાચારને લઈ કહ્યું કે, જ્યાં સુધી પારદર્શિતા નહીં આવે ત્યાં સુધી તેના પર રોક નહીં લાગે.
Published at : 24 Oct 2018 07:55 AM (IST)
View More





















