હિમાચલ પ્રદેશની નિવાસી પીડિતા પાછળથી તેના નિવેદનથી ફરી ન જાય એટલે 164 હેઠળ તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું. કેસની તપાસ માટે પોલીસ ઘટનાસ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ શોધી રહી છે. બીજીબાજુ બાર એસોસિએશને આરોપીનું સભ્યપદ રદ કરી દીધું છે.
2/6
બાદમાં પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ નોંધાવ્યા બાદ પીડિતાની મેડિકલ તપાસ કરાવાઈ. પીડિતાએ જણાવ્યું કે ચેમ્બર નંબર 264 બહાર તે કેવી રીતે પહોંચી તેને પોતાને પણ ખબર નથી.
3/6
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીની સાકેત ડિસ્ટ્રિક કોર્ટમાં એક મહિલા વકીલની સાથે રેપ કરવાની ઘટના સામે આવી છે. કહેવાય છે કે, મહિલા વકીલની સાથે તેના એક સાથી વકીલે જ દુષ્કર્મ કર્યું છે. ઘટાની વિતેલી રાતે ઘટી હોવાનું કહેવાય છે. પીડિતાએ વિતેલી રાતે જ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ આરોપી વકીલની ધરપકડ કરવામાં આવી છે.
4/6
પીડિતા ચેમ્બરમાં પહોંચતા જ આરોપી ચેમ્બરની અંદર બંધ કરી કેસ અંગે વાત કરવા લાગ્યો. આ દરમિયાન પીડિતાને બળજબરીથી દારૂ પીવડાવ્યો અને તેના કપડા ઉતાર્યા. બૂમો પાડતા પીડિતાનું મોં દબાવી તેની સાથે મારપીટ કરી અને દુષ્કર્મ કર્યું. ઘટના બાદ પીડિતા નગ્ન અવસ્થામાં ચેમ્બર નંબર 264ની બહાર પડી હતી.
5/6
પોલીસના જણાવ્યા મુજબ બીજો શનિવાર હોવાના કારણે કોર્ટમાં રજા હતી. રજા હોવા છતાં આરોપીએ પીડિતાને કોલ કરીને કેસ પર ચર્ચા કરવા માટે ચેમ્બરમાં બોલાવી હતી. પીડિતા સાંજે બીજા માળે સ્થિત ચેમ્બરમાં આવી જ્યાં આરોપી પહેલાથી ચેમ્બરમાં હતો. આરોપીએ દારૂ પીધો હતો.
6/6
કોર્ટ પરિસરમાં રહેતા કરનેલ સિંહની નજર પીડિતા પર પડી. તેમણે સીનિયર એડવોકેટ રાકેશ સિંહને કોલ કરીને કહ્યું કે તમારી જૂનિયર ચેમ્બર નંબર 264ની બહાર નગ્ન અવસ્થામાં પડી છે. ઘટનાસ્થળે પહોંચી રાકેશે પીડિતાને કપડા પહેરાવ્યા અને તેને ઘરે લઈ ગયા અને ત્યાંથી બંને એઈમ્સ ટ્રોમા સેન્ટર ગયા. પીડિતાએ ડોક્ટરને સમગ્ર ઘટના વિશે જણાવ્યું.