અરુણા અને તાંત્રિકે નાથૂનીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને આ સંબંધમાં નાથૂનીના ખાવામાં ઉંઘની ગોળીઓ ભેળવી દઇ તેની હત્યા કરી હતી. હત્યા બાદ અરુણાએ તેનું સિમ કાર્ડ તોડીને કચરામાં ફેંકી દીધું હતું. પોલીસ હાલમાં તાંત્રિકની શોધ કરી રહી છે.
2/6
પોલીસે જણાવ્યું કે, તાંત્રિકનું કામ કરનારા સંજીવ પાસવાન ઉર્ફ નનકી ભગત બિહારના મુઝફ્ફરપુરના તિતરા ગામનો રહેવાસી છે. મહિલા જ્યારે એક લગ્ન સમારોહમાં ભાગ લેવા ત્યાં ગઇ હતી ત્યારે તેના સંપર્કમાં આવી હતી. આ મુલાકાત પ્રેમમાં બદલાઇ ગઇ હતી. ત્યાંથી દિલ્હી આવીને પણ અરુણા તાંત્રિકના સંપર્કમાં હતી.
3/6
પોલીસને જાણવા મળ્યું હતું કે, અરુણા અન્ય એક મોબાઇલ નંબરનો ઉપયોગ કરતી હતી પરંતુ તેણે આ વાત પોલીસને જણાવી નહોતી. પોલીસે જ્યારે તેની કોલ ડિટેઇલ્સ કઢાવી તો જાણવા મળ્યું કે, તે આ મોબાઇલ નંબર પરથી સંજીવ પાસવાન નામન એક વ્યક્તિ સાથે સતત વાત કરતી હતી. પોલીસે જ્યારે અરુણાની પૂછપરછ કરી તો તેણે પોતાના પતિની હત્યા કબૂલ કરી હતી.
4/6
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાત સ્પષ્ટ થઇ હતી કે તેમની હત્યા ગળુ દબાવીને કરવામાં આવી હતી. પોલીસને જાણવા મળ્યું કે, નાથૂની પ્રથમ પત્ની સુશીલાથી એક છોકરા અને એક છોકરી છે જ્યારે બીજી પત્ની અરુણાથી એક દીકરી છે. અરુણાના નાથૂની સાથે સારા સંબંધો નથી.
5/6
ડીસીપી (સાઉથ) ઇશ્વરસિંહે જણાવ્યું કે, 7 એપ્રિલના રોજ દીપકે પોતાના પિતા નાથૂની (54)ને બેભાન અવસ્થામાં એઇમ્સમાં ભરતી કરાવ્યા હતા. ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કરી દીધા હતા. મૃતક એઇમ્સમાં માળીનું કામ કરતો હતો. શરૂઆતની તપાસમાં પોલીસને આ મર્ડર કેસ હોવાની શંકા ઉપજી હતી. જોકે, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
6/6
નવી દિલ્હીઃ તાંત્રિકના પ્રેમના ચક્કરમાં પડીને એક મહિલાએ પોતાના પતિની ગળુ કાપીને હત્યા કરી દીધી હોવાની ઘટના બની છે. મૃતક કોઇ પણ પ્રકારનો વિરોધ ના કરી શકે એ માટે તેને ખાવામાં ઉંઘની ગોળીઓ ભેળવીને આપવામાં આવી હતી. ડિફેન્સ કોલોની પોલીસે આરોપી મહિલા અરુણાની ધરપકડ કરી હતી. પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર પણ જપ્ત કર્યું હતું.