હવે મોબાઈલની વાત કરીએ તો હાલમાં મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ આધાર ડી-લિંક કરવાનો કોઈ વિકલ્પ આપી નથી રહી. બની શકે કે આગામી થોડા સપ્તાહમાં તે ડી-લિંક કરવાની સુવિધા આપવા લાગે.
2/4
બેંક એકાઉન્ટમાંથી આધાર ડી-લિંક કરવા માટે તમારે સૌથી પહેલા તમારી બેંક બ્રાન્ચમાં જવાનું રહેશે. બેંકમાં આધાર ડી-લિંક કરવા માટેનું ફોર્મ લઈને તેને ભરીને જમા કરાવવાનું રહેશે. ફોર્મ જમા કર્યાના 48 કલાક બાદ તમારું આધાર ડી-લિંક કરવામાં આવશે.
3/4
જો તમે પેટીએમ પરથી તમારું આધાર ડી-લિંક કરાવવા માગો છો તો તેના માટે તમારે પેટીએમ કસ્ટમર કેર પર વાત કરવાની રહીશે. સૌથી પહેલા તમારે પેટીએમના કસ્ટમર કેર નંબર (01204456456) પર કોલ કરવાનો રહેશે. તમે તેને તમારું આધાર ડિ-લિંક રવા માટે ઈમેલ મોકલવા માટે કહો. જવાબમાં તે તમને આધાર કાર્ડની સ્કેન કોપી માગશે. જેથી તમારી ઓળખ સુનિશ્ચિત કરી શકાય. ત્યાર બાદ તમને 73 કલાકની અંદર આધાર ડી-લિંકનો ફાઈનલ ઈમેલ મળશે.
4/4
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે આધાર પર પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. નિર્મયમાં કોર્ટે બેંક એકાઉન્ટ, મોબાઈલ ફોન અને સ્કૂલ એડમિશનન માટ ફરજિયાત આધારને ખત્મ કરવાનો નિર્ણય કર્યો હતો. કોર્ટે વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક સ્કીમને બંધારણીય રીતે માન્ય ગણાવી છે. આ રીતે જોવા જઈ તો તમારું પેટીએમ એકાઉન્ટ અથવા અન્ય કોઈ મોબાઈલ વોલેટ માટે હવે આધાર ફરજિયાત નથી. હવે સવાલ એ છે કે જો તમે પહેલેથી જ આધાર નંબર આપ્યો છે તો તેને ડી-લિંક કેવી રીતે કરાવશો? અમે તમને અલગ અલગ પ્લેટફોર્મ પરથી આધરાને ડી લિંક કેવી રીતે કરાવી શકાય તેની વિગતો જણાવીએ છીએ....