નવી દિલ્હી: વીડિયો શેરિંગ વેબસાઈટ તરીકે સમગ્ર દુનિયામાં ફેમસ યૂટ્યૂબ ડાઉન થયું હતું. ભારતમાં જ નહી પરંતુ YouTube સમગ્ર દુનિયાભરમાં ડાઉન થયું હતું. 45 મિનિટ સુધી બંધ રહ્યા બાદ Youtube ફરી શરૂ થયું હતું. 45 મિનિટ સુધી યૂટ્યૂબ બંધ થઈ જવાના કારણે યૂઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
2/3
ન્યૂઝ એજન્સીએ આ વાતની જાણકારી આપી હતી કે યૂટ્યૂબ સમગ્ર દુનિયામાં ડાઉન થયું હતું. હાલ તો YouTube ફરી શરૂ થઈ ગયું છે.
3/3
YouTube ડાઉન થઈ જવાના કારણે યૂઝર્સ વીડિયો જોઈ શકતા નહોતો કે શેર પણ નહોતા કરી શકતા. સોશિયલ મીડિયા પર યૂઝર્સ YouTube એરરના સ્ક્રીનશોટ શેર કરી પોતાની મુશ્કેલી સામે રાખી રહ્યા હતા.