Stress: સ્પર્મની ક્વોલિટી માટે સ્ટ્રેસ ખરાબ નહીં, રિસર્ચમાં થયો ખુલાસો
લાંબા સમય સુધી સ્ટ્રેસમાં રહેવાથી રિપ્રોડક્ટિવ હેલ્થ પર પણ અસર પડે છે.
સ્ટ્રેસ સ્પર્મ માટે સારું છે. આ વાત જાણીને એક ક્ષણ માટે કોઈને પણ આશ્ચર્ય થઇ શકે છે. સ્ટ્રેસ કોઇના માટે સારુ નથી. વાસ્તવમાં એક નવા રિસર્ચ અનુસાર, સ્ટ્રેસને કારણે સ્પર્મની ગતિશીલતા વધે છે. સ્ટ્રેસ આપણી પ્રજનન ક્ષમતા પર પણ ખરાબ અસર કરે છે. લાંબા સમય સુધી સ્ટ્રેસમાં રહેવાથી રિપ્રોડક્ટિવ હેલ્થ પર પણ અસર પડે છે.
સ્ટ્રેસ સ્પર્મની ગુણવત્તામાં સુધારો કરે છે
જો કે, નવા સંશોધનો દર્શાવે છે કે ચિંતિત કરનારી ઘટના બાદ સ્પર્મની ગતિ ખૂબ સારી થાય છે. યુનિવર્સિટી ઓફ કોલોરાડો એન્શુટ્ઝ મેડિકલ કેમ્પસના નવા અભ્યાસમાં સ્ટ્રેસ પ્રજનનને કેવી રીતે અસર કરે છે અને ગર્ભ વિકાસના પરિણામોને સુધારવામાં મદદ કરી શકે છે તેના પર પ્રકાશ પાડે છે. છેલ્લા 50 વર્ષમાં સ્પર્મની ક્વોલિટી અને પ્રજનનક્ષમતા ઘટી છે. તેની પાછળનું સૌથી મોટું કારણ આપણી આસપાસનું વાતાવરણ અને પ્રદૂષણ છે. પરંતુ સંશોધકો હજુ પણ સંપૂર્ણપણે સમજી શક્યા નથી કે આ ફેરફારો સ્પર્મને કેવી રીતે પ્રભાવિત કરે છે.
નેચર કોમ્યુનિકેશન્સમાં પ્રકાશિત થયેલા રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે સ્ટ્રેસના વિકાસમાં સહાયતા કરનારા એક્સ્ટ્રા સેલ્યુલર વેસિકલ્સ (EVs) તરીકે ઓળખાતા નાના કણોમાં ફેરફાર સ્ટ્રેસ ખત્મ થયા બાદ જોવા મળ્યો હતો. સંશોધકોએ શોધી કાઢ્યું કે આ ફેરફારો સ્ટ્રેસની ઘટના ખત્મ થયા બાદ થયા હતા પરંતુ સ્ટ્રેસ હોય ત્યારે તેમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી.
સ્ટ્રેસની સ્પર્મ પર થાય છે આ અસર
અમારા રિસર્ચ પરથી ખ્યાલ આવે છે કે સ્ટ્રેસ પછી સ્પર્મની ગતિશીલતા નોંધપાત્ર રીતે સુધરે છે. જે કોવિડ મહામારી દરમિયાન સ્ટ્રેસપૂર્ણ સમયગાળા પછી જન્મ દર વધારવામાં મદદ કરી શકે છે. અભ્યાસના મુખ્ય લેખક ટ્રેસી બેલે જણાવ્યું હતું કે આ અસર માનવ અને પ્રાણીઓ બંનેના અભ્યાસમાં જોવા મળી હતી, જે પ્રજાતિઓમાં વ્યાપક સંબંધ સૂચવે છે. અભ્યાસના પ્રથમ લેખક ડૉ. નિકોલ મૂનએ આ પ્રક્રિયાની સરખામણી થોડી વધારાની ઇંધણ સાથે વધુ કુશળતા સાથે ચાલનારી કાર સાથે કરી હતી.
તેમણે કહ્યું હતું કે સ્ટ્રેસથી પ્રેરિત સમાયોજન સ્પર્મને ઉર્જા ઉત્પાદન અને ગતિમાં સુધારો કરવામાં મદદ કરે છે. કલ્પના કરો કે તમારી પાસે એક કાર છે જે ઢાળવાળી ટેકરી પર ચઢવા માટે સંઘર્ષ કરી રહી છે. જ્યારે એન્જિન પર દબાણ આવે છે તો કાર ઓછી કાર્યક્ષમ બને છે. જો કે, થોડા વધુ ઇંધણ સાથે તમે સરળ ડ્રાઇવ માટે એકંદરે કામગીરી વધારી શકો છો. જેમ તમારી કાર દબાણ હેઠળ વધુ કાર્યક્ષમ બને છે. આ જ પ્રકારના સમાયોજન સાથે સ્ટ્રેસ પ્રેરિત કારક હોવા પર કોશિકાઓ પોતાની ઉર્જા ઉત્પાદન અને ગતિમાં સુધારો કરે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.