શોધખોળ કરો

Fitness Tips: આ 5 વસ્તુઓ સૌથી વધુ કેલરી કરે છે બર્ન, ઝડપથી સ્લિમ થવાની આ છે 5 મજેદાર ટ્રિક

How To Loose Wait: જો તમે ફિટ રહેવા માંગતા હોવ, પરંતુ જો તમને કસરત અને યોગ કંટાળાજનક લાગતા હોય તો ચિંતા કરશો નહીં. તમારા માટે કેટલાક મનોરંજક વિકલ્પો છે, જે સ્લિમ અને ફિટ રહેવામાં મદદ કરશે

 How To Loose Weight:: જો તમે ફિટ રહેવા માંગતા હોવ, પરંતુ જો તમને કસરત અને યોગ કંટાળાજનક લાગતા હોય તો ચિંતા કરશો નહીં. તમારા માટે કેટલાક મનોરંજક વિકલ્પો છે, જે  સ્લિમ અને ફિટ રહેવામાં મદદ કરશે

ફિટનેસ માટે સમય કાઢવો જરૂરી છે અને આપણામાંથી મોટાભાગના લોકો ફરિયાદ કરે છે કે   સમય મળતો નથી આ બધુ જ કરવામાં કંટાળો આવે છે.  આવી સ્થિતિમાં શું કરવું જોઈએ જેથી ફિટનેસ પણ જળવાઈ રહે અને એનર્જી લેવલ પણ ઊંચું રહે અને કંટાળાથી પણ બચી શકાય. જો તમે પણ આવો વિકલ્પ શોધી રહ્યા છો, તો અહીં અમે તમારા માટે આવા 5 મજેદાર વિકલ્પો લાવ્યા છીએ, જે ફિટનેસની સફરમાં તમારા માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થશે અને તમને કંટાળાથી પણ બચાવશે.

દોરડ઼ુ કૂદવું

દરરોજ માત્ર 10 થી 15 મિનિટ દોરડા કૂદવાથી તમે તમારા વધતા વજનને નિયંત્રિત કરી શકો છો અને તમારી સહનશક્તિ વધારી શકો છો. જો તમે દરરોજ નાની નાની પ્રવૃત્તિઓમાં થાકી જાઓ છો, તો તમારે ફક્ત 15 મિનિટ માટે દોરડું કૂદવાની જરૂર આદત પાડો છે. તમે 7 દિવસમાં  તેનું રિઝલ્ટ જોઇ શકશો.

દોડવું

દોડવું એ ફિટ રહેવાની સૌથી સરળ રીતોમાંની એક છે. જો તમારા ઘરની આસપાસ કોઈ ગ્રાઉન્ડ અથવા પાર્ક છે જ્યાં તમે દોડી શકો તો દરરોજ 20 થી 25 મિનિટ દોડવાથી તમને ઘણો ફાયદો થશે. તમે તેને 5 મિનિટથી શરૂ કરી શકો છો અને ધીમે ધીમે તેનો સમય વધારી શકો છો. દોડવાની સૌથી સારી વાત એ છે કે તેમાં કંટાળો  નથી આવતો.

સાયકલ ચલાવવી

જો તમે દરરોજ સાયકલ ચલાવવા માટે થોડો સમય કાઢી શકો, તો તે સારી વાત છે. પરંતુ જો આ શક્ય ન હોય તો, તમે ઘરની આસપાસ ફરવા અને બજારમાં જવા માટે સાયકલનો ઉપયોગ કરી શકો છો. આનાથી કેલેરી પણ બર્ન થશે, ફિટનેસ પણ વધશે.

બેડમિન્ટન રમવું

જો તમે પરિવાર સાથે સમય પસાર કરવા માંગતા હોવ અને ફિટ પણ રહેવા માંગતા હોવ પરંતુ જોબ સાથે બંને બાબતોમાં સંતુલન રાખવું શક્ય ન હોય તો તમે બેડમિન્ટનને તમારા રોજિંદા જીવનનો એક ભાગ બનાવી શકો છો. આ ગેમમાં કેલેરી પણ ખૂબ બર્ન થાય છે, ફોકસ પણ વધે છે.

સ્વિમિંગ

સ્વિમિંગથી પણ વધુ  કેલરી બર્ન થાય છે  કારણ કે આ દરમિયાન તમારું આખું શરીર  સક્રિય રહે છે. જો તમારે ઝડપથી વજન ઘટાડવું હોય તો તમારે સ્વિમિંગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને જો તમારે તમારી ફિટનેસ જાળવી રાખવી હોય તો તમારે સ્વિમિંગ ચોક્કસ કરવું જોઈએ.

Disclaimer: અહીં પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Gandhinagar: ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Embed widget