Weight loss: ડાયટિંગ દરમિયાન આ ફળનું ભરપેટ કરો સેવન, આ 5 ફ્રૂટસ વેઇટ લોસમાં કરશે મદદ
જો આપ મેદસ્વીતાથી પીડિત હો અને ડાયટિંગ કરીને વેઇટ લોસની જર્નિ પર છો તો કેટલાક એવા ફળો વિશે આજે અમે તમને જણાવીશું છે વેઇટલોસની સાથે આપને રોગોથી પણ દૂર રાખશે
Weight loss: મોટાભાગના લોકો મેદસ્વીતાથી પરેશાન રહે છે. અલગ-અલગ નુસખ્ખા અજમાવ્યાં બાદ પણ મેદસ્વીતાથી રાહત નથી મળતી. કેટલાક ફળો એવા છે, જે વજન ઉતારવામાં મહત્વનો ભાગ ભજવે છે.
તરબૂચમાં 92 ટકા પાણી હોય છે. જે શરીરને હાઇડ્ઇટ રાખે છે. તરબૂચમાં ફાઇબર વધુ અને કેલેરી ઓછી હોય છે. તરબૂચ ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. મીઠું ખાવાની ઇચ્છા પણ નથી થતી. તરબૂચમાં સી,એ, મેગ્નેશિયમ, પોટેશિયમ, લાઇકોપીન હોય છે. બધી જ વસ્તુ વજન ઓછું કરવામાં મદદ કરે છે.
પપૈયુ વજન ઓછી કરવામાં કારગર છે. તે પોટેશિયમ, આયરન, મિનરલ્સ અને ફોસ્ફોરસથી ભરપૂર હોય છે. તે પાચન તંત્રને પણ મજબૂત કરે છે. વસા ખૂબ ઓછું હોય છે. પેટ ફુલવાની સમસ્યાને દૂર કરે છે.
કાકડી પણ વજન ઉતારવા ઇચ્છતા લોકો માટે કારગર છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જે પેટને લાંબા સમય સુધી ભરેલ રાખે છે. તે પાણીથી ભરપૂર હોવાથી હાઇડ્રેઇટ પણ રાખે છે.
કેટલાક લોકોને લાગે છે કે, કેરી ખાવાથી વજન વધે પરંતુ આ સાચું નથી. કરી વજનને નિયંત્રિત રાખે છે. કેરીમાં બાયોએકટિવ યોગિક અને ફાઇટોકેમિકલ હોય છે. જે વસા કોશિકાને દબાવવાની ક્ષમતા રાખે છે.આ ઉપરાંત આપ ઓરેન્જનું પણ સેવન કરી શકો છો. ઓરેન્જ વિટામિન સીનો ખજાનો છે. જે સ્કિન યંગ રાખવાની સાથે તેના સેવનથી વજન પણ નથી વધતું
બીટમાં કેલેરી ઓછી હોય છે, બીટ ફાઇબરથી પણ ભરપૂર છે. જેના કારણે લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. બીટનું જ્યુસ હાઇ બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. તેમાં ફેટ બિલકુલ જ નથી હોતું. બીટનું જ્યુસ પીવાથી આપ દિવસભર એક્ટિવ રહો છે અને થકાવટ નથી લાગતી.
આ પણ વાંચો
સ્માર્ટફોન અંગે સંશોધનમાં મોટો ખુલાસો, અડધા કલાકના ઉપયોગથી પણ આ મોટી બીમારીનું જોખમ