શોધખોળ કરો
કાજૂ ખાવાના આ છે નુકસાન, જાણી લો નહિતો થઇ શકે છે ગંભીર સમસ્યા
કાજુને ખાવા લાયક બનાવવા માટેની લાંબી પ્રક્રિયા છે. કાજુ શરીર વધારે છે. 3થી4 નંગ કાજુમાં 163 કેલેરીઝ અને અનસેચુરેટિડ ફેટસ હોય છે. જાણીએ અન્ય કયા ગેરફાયદા છે

હેલ્થ:ખાણીપાણીના મામલે ભારતીયોનો કોઇ જવાબ નથી. અલગ અલગ સ્વાદિષ્ટ વ્યંજનને ખૂબ પસંદ કરે છે. ડ્રાયફૂટસનો ઉપયોગ પણ ભરપૂર કરવામાં આવે છે. ડ્રાયફ્રૂટને આમ તો સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે પરંતુ કાજૂ વધુ પ્રમાણમાં કાજુ ખાવાથી શરીરમાં સમસ્યા સર્જાય શકે છે. તો જાણીએ કાજુ કરી રીતે નુકસાનાકારક છે. કાચા કાજુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કાચા કાજુ સ્વાદમાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે પરંતુ તેનું સેવન હાનિકારક સાબિત થાય છે. . કાજુ શરીર વધારે છે. 3થી4 નંગ કાજુમાં 163 કેલેરીઝ અને અનસેચુરેટિડ ફેટસ હોય છે. વયસ્કને રોજ 1500mg સોડિયમની જરૂર હોય છે. તેમાં વધુ સોડિયમની માત્રા હોવાથી, હાર્ટ, કિડની અને બ્લડપ્રેશર જેવી સમસ્યાનું કારણ બની શકે છે. 3થી4 કાજુમાં 5mg સોડિયમની માત્રા હોય છે. આ સ્થિતિમાં નમક વિના કાજુ ઓછા નુકસાનકારક સાબિત થાય છે. ઉપરાંત વધુ પ્રમાણમાં કાજુ ખાવાથી એલર્જીની સમસ્યા પણ સર્જાય શકે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, કાજુમાં મોજૂદ એસિડ ટાઇરામિન અને ફેનેંથાઇલઇમાઇન કેટલીક વખત માથાનો દુખાવો બની જાય છે.
વધુ વાંચો





















