Beauty Tips: આપ નિયમિત બ્લીચ કરાવો છો? તો સાવધાન, ત્વચાને થતાં નુકસાન જાણા લો
જો આપ બ્યુટી પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચીને ફેશિયલ કર્યાં બાદ આ ભૂલ કરશો તો ફેશિયલનું રિઝલ્ટ તો નહીં મળે અને સ્કિન પણ નુકસાન થશે
Beauty Tips: જો આપ બ્યુટી પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચીને ફેશિયલ કર્યાં બાદ આ ભૂલ કરશો તો ફેશિયલનું રિઝલ્ટ તો નહીં મળે અને સ્કિન પણ નુકસાન થશે
યાદ રાખો કે, ફેશિયલ કરાવ્યા પછી તરત જ મેકઅપ ક્યારેય ન લગાવવો જોઈએ, કારણ કે ફેશિયલ કર્યા પછી ત્વચાના છિદ્રો ખુલી જાય છે. આવી સ્થિતિમાં તેના પર મેકઅપ લગાવવાથી ચહેરા પર ફોલ્લીઓ નીકળી જાય છે. આ સાથે, તમારે ફેશિયલ કરાવ્યા પછી તડકામાં ન જવું જોઈએ, કારણ કે તેનાથી સ્કિન ટેન થઇ જાય છે. ફેશિયલ કર્યા પછી, તમારા ચહેરાને વારંવાર સ્પર્શ કરશો નહીં અને તમારા ચહેરાને સાબુથી ધોશો નહીં.
ઘણીવાર યુવતીઓ ચહેરાના વાળ છુપાવવા માટે બ્લીચ કરાવે છે. જો કે, ઘણા પાર્લર અને બ્યુટિશિયનો મનાઈ કરે છે કે ચહેરા પર બ્લીચ ન કરવું જોઈએ, કારણ કે તે ત્વચાને કાળી કરે છે, તેમ છતાં જો તમે બ્લીચ કરો છો, તો પછી તમારે તડકામાં જવું જોઈએ નહીં. તેમજ બ્લિચિંગ કર્યાંના 12 કલાક સુધી સાબુનો ઉપયોગ ન કરવો, વધુમાં વધુ પાણી પીવો, કારણ કે તે ત્વચાને ડીહાઇડ્રેટ કરે છે. પાણી અથવા જ્યુસ પીવાથી તમારી ત્વચાને હાઇડ્રેશન મળશે.
વેક્સિંગ કર્યા પછી, તમારે ક્યારેય તડકામાં ન જવું જોઈએ, કારણ કે ત્વચાને સૂર્યના સંપર્કમાં આવવાથી તે નિસ્તેજ થઈ શકે છે. આ સાથે, તમારે વેક્સિંગ પછી 2-3 દિવસ સુધી સ્વિમિંગ ન કરવું જોઈએ, કારણ કે સ્વિમિંગ પૂલનું ક્લોરિન પાણી તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. તેમજ વેક્સિંગ પછી, સ્ક્રબ ન કરવું જોઈએ.
આઇબ્રો બાદ ન કરો આ ભૂલ આઇબ્રો કર્યા પછી, ત્વચા વધુ સંવેદનશીલ બને છે. શરીરમાં જ્યાં પણ થ્રિડિંગ કરાવ્યું હોય તે જગ્યાં પર એસ્ટ્રેજન્ટ અને તે જગ્યાએ બળતરા કરતા પ્રોડટક ન વાપરો, આઇબ્રો બનાવ્યા પછી સ્કિન પર જલન ઘટાડવા માટે એલોવેરા જેલ અથવા મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવી શકો છો અથવા થ્રેડીંગ એરિયા પર બરફનો ઉપયોગ કરી શકો છો, તેનાથી રાહત થશે.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો