(Source: ECI/ABP News/ABP Majha)
Health TIPS : પ્રેગ્નન્સીમાં આ એક સુપર ફૂડ ખાવાના છે, અદભૂત 6 ફાયદા, સુંદરતા જાળવવાની સાથે આયરનની કરે છે પૂર્તિ
પ્રેગ્નન્સી દરમિયાન ડાયટ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. એવા અનેક સુપર ફૂડ છે. જે ગર્ભાવસ્થા દરમિયાન ખાવાથી બાળકના વિકાસ સહિત માતાને પણ આ અદભૂત 6 સ્વાસ્થ્યલક્ષી ફાયદા મળે છે.
નારિયેળને વધુ પડતાં ટ્રોપિકલ કંન્ટ્રીમાં ટ્રેડિશનલ કુકિંગમાં તેનો ઉપયોગ કરાય છે. નારિયેળમાં અનેક ગુણો હોય છે. કાચ્ચા નારિયેળનું પ્રેગન્ન્સી સમયે સેવન કરવાથી અનેક ફાયદા થાય છે.
આમ તો નારિયેળનું સેવન ગર્ભાવસ્થા દરમિયાન સુરક્ષિત મનાય છે પરંતુ જેમ કે હંમેશા કહેવાય છે કે, કોઇ પણ વસ્તુની અધિક માત્રા હંમેશા હાનિકારક સાબિત થાય છે. તેવીજ રીતે તો નારિયેળનું સેવન સિમિત માત્રામાં કરવામાં આવે તો ફાયદો થાય છે. અને ખાસ કરીને તે પ્રેગ્નન્ટ વૂમન માટે વધુ હિતકારી છે. નારિયેળમાં વિટામિન ઇ હોય છે. જે બીમારી લડવામાં મદદ કરે છે. આ સિવાય આપ નારિયેળના દૂધ અને તેલનું પણ સેવન કરી શકો છો.
ગર્ભાવસ્થા દરમિયાન નારિયેળ ખાવાના છે આ અદભૂત લાભ
ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન, દરેક વ્યક્તિની ફિઝિકલ કંડીશન અલગ-અલગ હોય છે.આ સમય દરમિયાન ડાયટમાં શું લેવું અને શું ન લેવું તેનું ખૂબ જ મહત્વનું છે. માતા જે ખાય છે,. તેમાથી બાળકને પોષણ મળે છે. શું આપ જાણો છો ગર્ભાવસ્થા દરમિયાન નારિયેળ ખાવના અનેક ફાયદા છે.
નારિયેળ ડાયટરી ફાઇબર, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મિનરલસ હોર્મોન, એન્જાઇન, વગેરેથી ભરપૂર છે. સીમિત માત્રામાં તેનું સેવન કરવાથી આ એનીમિયાને રોકી શકે છે. યુરિનરી ટ્રેક્ટ ઇંફેકશન, મોર્નિગ સિકનેસ અને બ્લડ સરક્યુલેશન યોગ્ય કરે છે અને સોજાની સમસ્યાને પણ દૂર રાખે છે.
નારિયેળમાં મીડિયમ ચેઇ ટ્રાઇગ્સિરાઇડસ ફેટ હોય છે અને કહેવાય છે કે, આ શરીમાં જમા ફેટને જલાવામાં મદદ કરે છે. આ માટે ગર્ભાવસ્થા દરમિયાન નારિયેળનું દૂધનં સેવન કરવાથી સારૂ ફેટ પ્રાપ્ત થાય છે. ઉપારાંત તે બાળકના વિકાસમાં પણ મદદરૂપ થાય છે. તે યુરિન ને બ્રેસ્ટ મિલ્ક વધારવામાં પણ મદદ કરે છે.
નારિયેળને કોલ્ડ પ્રેસ કરીને તેનું તેલ કાઢવામાં આવે છે. કારણ કે તેમાં કોઇ પ્રકારના હિટીંગ,બ્લિચિંગ, ડિયોડરાઇઝજિંગ સામેલ નથી. તેથી તેને વર્જિન કોકોનટ ઓઇલ કહેવાય છે.
તેનો ઉપયોગ કુકીગ માટે, સ્કિન કેર અને લ્યુબ્રિકેશન માટે કરવામાં આવે છે. નારિયેળ ગર્ભાવસ્થા દરમિયાન પેટ પર આવતી ખંજવાળને રોકે છે. તેમાં વિટામિન –ઇ અને લોરિક એસિડ હોય છે.જે ગર્ભાવસ્થા દરમિયાન અને બાદ આપની સુંદરતા બરકરાર રાખવામાં મદદ કરે છે. સ્કિન ટોન અને સ્કિનની ઇલાઇસ્ટિટીમાં સુધાર કરવામાં મદદ કરે છે.
નારિયેળ ખાવાથી આયરનની પૂર્તિ થાય છે. હાર્ટ બર્ન જેવી સમસ્યામાં પણ રાહત મળે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )