શોધખોળ કરો

Weight loss: આ દેશી અને સાત્વિક ખોરાકમાં ધી મિક્સ કરીને ખાવાના છે અદભૂત ફાયદા

ખીચડી બેશક એક સાધારણ ભોજન છે. જો કે આપની વજન ઓછું કરવાની પ્રક્રિયામાં ભરપૂર સહયોગ આપે છે. ખીચડી સાદો અને પોષ્ટિક આહાર છે.

Weight loss:ખીચડી બેશક એક સાધારણ ભોજન છે. જો કે આપની વજન ઓછું કરવાની પ્રક્રિયામાં ભરપૂર સહયોગ આપે છે. ખીચડી સાદો અને પોષ્ટિક આહાર છે. ખીચડી વજન ઉતારવામાં પણ કારગર છે. આ 5 પ્રકારની ખીચડી છે. જે ઝડપથી આપનું વજન ઉતારે છે. નજર કરીએ આ પાંચ પ્રકારની ખીચડી પર..

ઓટસ: ઓટસ અને સબ્જીથી બનેલી આ ખીચડી સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ એટલી જ છે. જે મેગેનિઝ, પ્રોટીન, ફાઇબર,આયરનથી ભરપૂર છે. ફાઇબરથી ધીમું પાચન થાય છે. જેનાથી ક્રેવિંગ રોકાઇ જાય છે.

દાળની ખીચડી: દાળની ખીચડી હાર્ટ પેશન્ટ અને ડાયાબિટીશના દર્દી માટે હિતકારી છે. જેમાં ફાઇબર ભરૂપુર માત્રામાં હોય છે. તે પ્રોટીનથી પણ ભરપુર હોય છે. જે વજન ઉતારવામાં કારગર છે.

બાજરા: બાજરા ખીચડી રાજસ્થાનની મશહૂર ખીચડી છે. બાજરામાં પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ, જેવા વિભિન્ન પોષક તત્વોથી ભરપૂર છે. વજન ઘટાડવા માટે આ એક આદર્શ ભોજન છે. જેને પર્લ ખીચડી પણ કહે છે.

મકાઇની ખીચડી: શું આપ જાણો છો. મકાઇના દાણાની મસાલો નાખીને જોરદાર ખીચડી બનાવી શકાય છે. જેમાં આપ ગાજર, બીન્સ વગેરે સબ્જી ઉમેરી શકો છો. મકાઇની ખીચડીમાં ફોસ્ફરસ, જિંક, મેગ્નશ્યિમ, હોય છે. મકાઈના નિયમિત સેવનથી આંખ અને હૃદયને પણ ફાયદો થાય છે. તેમાં ધી મિક્સ કરીને ખાવાથી પણ અનેક ફાયદા થાય છે. તેનાથી ખોરાક સારી રીતે પચી જાય છે તેમજ સ્કિન માટે પણ આ આદત સારી સાબિત થાય છે

દલિયાની ખીચડી: આ ખીચડી બનાવવી પણ સરળ છે. જેમાં ફોલેટ, મેગેનિઝ, મેગ્નેશિયમ, આયરન, નિયાસિન, કોપર ભરપૂર માત્રામાં હોય છે.

શું તમારે પણ બેઠાડુ નોકરી છે, વધી રહ્યું છે વજન? બસ 15 મિનિટ આ યોગ કરવાથી થશે ફાયદો

Yoga For Belly Fat: આજકાલ સ્થૂળતા દરેક માટે પડકાર બની ગઈ છે. ખાસ કરીને એવા લોકો માટે જેઓ ઓફિસમાં 8થી 9 કલાક બેસીને કામ કરે છે. મોટાભાગે પેટની ચરબી તમારા વ્યક્તિત્વને બગાડે છે. લોકો નથી જાણતા કે તેઓ પેટની આ ચરબીને દૂર કરવા શું કરે છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલાક ખાસ યોગાસનો વિશે માહિતી આપી રહ્યા છીએ. તેના નિયમિત અભ્યાસથી પેટની ચરબીની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ સિવાય બીજા પણ ઘણા ફાયદા છે. જેમ કે ગરદનનો દુખાવો, પીઠનો દુખાવો, સર્વાઇકલ, પેટના સ્નાયુઓને મજબૂત બનાવવો

ત્રિકોણાસન- ત્રિકોણાસન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તે પેટ અને કમરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આખા શરીરમાં લોહીનો પ્રવાહ સુધારે છે. આ આસન કરવાથી જાંઘની ચરબી પણ બળી જાય છે.આનાથી ગરદનનો દુખાવો, ટેન્શન, કમરના દુખાવામાં આરામ મળે છે.

ત્રિકોણાસન કેવી રીતે કરવું?

આ યોગાસન કરવા માટે ઊભા રહીને બંને પગને ફેલાવવા પડશે અને હાથને બહારની તરફ ખોલવા પડશે. પછી સીધા હાથને ધીમે ધીમે સીધા પગ તરફ નીચા કરવા પડશે. હવે કમર નીચેની તરફ વાળીને નીચે જોવું પડશે. આ પછી સીધી હથેળીને જમીન પર રાખવાની હોય છે અને સામેના હાથને ઉપરની તરફ લઈ જવાનું હોય છે. એ જ રીતે એ જ પ્રક્રિયા બીજી બાજુ પણ પુનરાવર્તિત થાય છે. બને તેટલું તમારે આ સ્થિતિમાં ઊંડા શ્વાસ લેતા રહેવું જોઈએ.

સેતુબંધાસન કેવી રીતે કરવું?

યોગ મેટ પર પીઠ પર સૂઈ જાઓ, શ્વાસની ગતિ સામાન્ય રાખો. આ પછી હાથને બાજુ પર રાખો અને ધીમે ધીમે તમારા પગને ઘૂંટણથી વાળો અને તેમને હિપ્સની નજીક લાવો. ફ્લોર પરથી શક્ય તેટલું હિપ્સ ઊંચું કરો. હાથને જમીન પર રહેવા દો. થોડીવાર શ્વાસ રોકી રાખો. આ પછી શ્વાસ લેતી વખતે જમીન પર આવો. પગ સીધા કરો અને આરામ કરો. 10થી 15 સેકન્ડ આરામ કર્યા પછી ફરીથી શરૂ કરો.

ભુજંગાસન - વજન ઘટાડવા અને પેટની ચરબી ઘટાડવા માટે તમે ભુજંગાસનનો અભ્યાસ કરી શકો છો. આ આસનથી પેટના સ્નાયુઓ મજબૂત થાય છે. પેટની ચરબી સરળતાથી ઓગળવા લાગે છે. કરોડરજ્જુમાં પણ તાકાત છે. સર્વાઇકલ સમસ્યાઓમાં પણ આ યોગથી રાહત મળે છે.

ભુજંગાસન કેવી રીતે કરવું?

સૌ પ્રથમ પેટના બળે જમીન પર સૂઈ જાઓ. તમારી બંને હથેળીઓને જાંઘની પાસે જમીન તરફ રાખો. આ પછી તમારા બંને હાથને ખભાની બરાબર લાવો અને બંને હથેળીઓને ફ્લોર તરફ રાખો. તમારા શરીરનું વજન હથેળીઓ પર મૂકો. એક શ્વાસ લો અને માથું ઊંચકીને પીઠની તરફ ખેંચો, ધ્યાનમાં રાખો કે આ સમયે તમારી કોણીને વાળવી ન જોઈએ. આ પછી તમારા માથાને પાછળની તરફ ખેંચો, એટલે કે, તમારે તમારા માથાને સાપની ફેણની જેમ ખેંચવાનું છે. લગભગ 15 થી 30 સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહો અને શ્વાસની ગતિ સામાન્ય રાખો. તમે 2 મિનિટ સુધી આ કરી શકો છો. આ પોઝ છોડવા માટે ધીમે ધીમે તમારા હાથ પાછા ઢીલા કરો અને પછી ફ્લોર પર આરામ કરો.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Elon Musk: આ દેશના PMને પદ પરથી હટાવવા એલોન મસ્કે યોજી ગુપ્ત બેઠક! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Elon Musk: આ દેશના PMને પદ પરથી હટાવવા એલોન મસ્કે યોજી ગુપ્ત બેઠક! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Ravichandran Ashwin: હિન્દી રાષ્ટ્ર ભાષા છે કે નહીં? રવિચંદ્રન અશ્વિનની ટિપ્પણી પર ભારે હોબાળો
Ravichandran Ashwin: હિન્દી રાષ્ટ્ર ભાષા છે કે નહીં? રવિચંદ્રન અશ્વિનની ટિપ્પણી પર ભારે હોબાળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vegitable Price: કોબીજ-ફ્લાવર ખેડૂતો માત્ર એક-બે રૂપિયામાં વેચે છે, બજારમાં 40 રૂપિયે કિલો વેચાણRajkot Onion Price: એક જ મહિનામાં ડુંગળીના ભાવ તળિયે, પ્રતિ મણ 200થી 350 રૂપિયા ભાવHMPV Virus : વાયરસને લઈને હવે વડોદરામાં પણ જાહેર કરાઈ એડવાઈઝરી, DEOએ આપી દીધી મોટી સૂચના?USA Fire News: લોસ એન્જલસમાં 25 હજાર એકરમાં ફેલાઈ આગ, હોલીવૂડ સ્ટાર્સના બંગલા ખાખ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Elon Musk: આ દેશના PMને પદ પરથી હટાવવા એલોન મસ્કે યોજી ગુપ્ત બેઠક! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Elon Musk: આ દેશના PMને પદ પરથી હટાવવા એલોન મસ્કે યોજી ગુપ્ત બેઠક! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Ravichandran Ashwin: હિન્દી રાષ્ટ્ર ભાષા છે કે નહીં? રવિચંદ્રન અશ્વિનની ટિપ્પણી પર ભારે હોબાળો
Ravichandran Ashwin: હિન્દી રાષ્ટ્ર ભાષા છે કે નહીં? રવિચંદ્રન અશ્વિનની ટિપ્પણી પર ભારે હોબાળો
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
Recharge Plan: 200 રૂપિયાથી ઓછી કિંમતમાં ધાંસુ પ્લાન,હાઇ-સ્પીડ ડેટા અને ફ્રી કોલિંગ સુવિધા પણ,જુઓ સસ્તા રિચાર્જની યાદી
Recharge Plan: 200 રૂપિયાથી ઓછી કિંમતમાં ધાંસુ પ્લાન,હાઇ-સ્પીડ ડેટા અને ફ્રી કોલિંગ સુવિધા પણ,જુઓ સસ્તા રિચાર્જની યાદી
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન
Embed widget