ઇમર્જન્સીમાં પીએફના પૈસા કઇ રીતે ઉપાડશો, જાણી લો અરજી કરવાની રીત અને નિયમ
EPFO Account: કોરોનાના સમયગાળા દરમિયાન સરકારે તબીબી કટોકટીનો સામનો કરવા માટે લોકોને EPFO સુવિધા જાહેર કરી હતી

EPFO Account: કોરોનાના સમયગાળા દરમિયાન સરકારે તબીબી કટોકટીનો સામનો કરવા માટે લોકોને EPFO સુવિધા જાહેર કરી હતી, જેના હેઠળ કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે તેમના પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે.
સરકાર પોતાના કર્મચારીઓ અને નોકરી કરતા લોકોની આર્થિક સુરક્ષા માટે પીએફ ફંડ સ્કીમ ચલાવે છે, જેના કારણે દર મહિને પગારમાંથી અમૂક પૈસા કાપીને તમારા પીએફ ખાતામાં જમા કરવામાં આવે છે. આ રકમ તમારી નિવૃત્તિના સમયે એકઠી થાય છે જેથી તમારું ભવિષ્ય આર્થિક રીતે સુરક્ષિત રહી શકે. હવે આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું આપણે ગમે ત્યારે EPFOમાંથી પૈસા ઉપાડી શકીએ? કોરોનાના સમયગાળા દરમિયાન સરકારે તબીબી કટોકટીનો સામનો કરવા માટે લોકોને EPFO સુવિધા જાહેર કરી હતી, જેના હેઠળ કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે તેમના પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે.
PF ના પૈસા ઉપાડવા માટે તમારે EPFOની સત્તાવાર વેબસાઇટ https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface/ પર લૉગ ઇન કરવું પડશે. તમે તમારા પીએફ ખાતામાંથી એક કલાકમાં 1 લાખ રૂપિયા સુધી ઉપાડી શકો છો. વેબસાઈટ પર જઈને તમને જમણી બાજુએ UAN અને પાસવર્ડનો વિકલ્પ દેખાશે, જેમાં તમારે વિગતો દાખલ કરીને અને કેપ્ચા ભરીને લોગિન કરવાનું રહેશે. ખોલેલા પેજ પર તમારે પેજની જમણી બાજુએ આવેલી ઓનલાઈન સર્વિસીસ ટેબ પર ક્લિક કરવાનું રહેશે અને ડ્રૉપ-ડાઉન લિસ્ટમાંથી ફોર્મ (ફોર્મ-31,19,10C અને 10D) પસંદ કરવું પડશે.
તમે અહીં સભ્ય વિગતો જોઈ શકો છો. હવે ચકાસવા માટે તમારા બેંક ખાતાના છેલ્લા ચાર અંકો દાખલ કરો અને 'હા' પર ક્લિક કરો. આ પછી તમે આગળની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો અને પૈસા ઉપાડી શકો છો.
આ પણ વાંચો
EPFO સભ્યો માટે મોટા સમાચાર, સરકાર વધારી શકે છે આ લિમિટ





















