Home Remedies : આપના હાથની ત્વચા પર વધુ કરચલીઓ દેખાય છે, આ કારગર પ્રયોગ અપનાવી જુઓ
Home Remedies :હાથની યોગ્ય સારસંભાળ ન રાખવાથી સ્કિન ડલ અને ડ્રાય થઇ જાય છે અને ઉંમર પહેલા જ તેમાં કરચલી પડી જાય છે. હાથને ત્વચાને મુલાયમ બનાવવા માટે આપ આ ઘરેલુ નુસખાને ઉપયોગ કરી શકો છે, જે ખૂબ જ કારગર છે.
Home Remedies :હાથની યોગ્ય સારસંભાળ ન રાખવાથી સ્કિન ડલ અને ડ્રાય થઇ જાય છે અને ઉંમર પહેલા જ તેમાં કરચલી પડી જાય છે. હાથને ત્વચાને મુલાયમ બનાવવા માટે આપ આ ઘરેલુ નુસખાને ઉપયોગ કરી શકો છે, જે ખૂબ જ કારગર છે.
ટેનિંગ
ટેનિંગ: જો હાથ પર ટેનિગ હોય તો લીંબુ ટેનિગને દૂર કરે છે, એક બાઉલમાં ગરમ પાણી લો અને તેમાં અડધા લીંબુનો રસ નીચોવી દો. લીંબુની છાલથી 10-10 મિનિટ બંને હાથમાં સ્ક્રબ કરો. રોમ છિદ્રો ખૂલશે અને ટેનિંગ દૂર થશે સોફ્ટ સોપ કે વોશ વોશ હેન્ડ વોશ કરો અને ત્યારબાદ મોશ્ચરાઇઝર લગાવી દો.
ડ્રાઇનેસ
જો હાથની સ્કિન ડલ અને ડ્રાય હોય તો ગુલાબજળનો પ્રયોગ કરો. એક મોટા બાઉલમાં પાણી ગરમ કરો. 2 ગુલાબ અને અસેંશિયલ ઓઇલની આવશ્યકતા રહેશે. બાઉલમાં અસેંશિયલ ઓઇલમાં 2-3 બુંદ ઉમેરો. ગુલાબની પાંખડી પણ પાણીમાં નાખો. આ પાણીમાં 10થી12 મિનિટ હાથ ડૂબાડી રાખો. હેન્ડ વોશ કર્યાં બાદ હાથ પર મોશ્ચરાઇઝર લગાવો પણ ધ્યાન રાખો કે હાર્ડ સાબુના બદલે ફેશવોશ અથવા તો સોફ્ટ સાબુનો જ ઉપયોગ કરો.
પિંગમેટેશન
પિંગમેટેશન: સૂકી ત્વતા અને પિંગમેટશનમાં દૂધનો પ્રયોગ કારગર છે. એક બાઉલમાં હુંફાળું દૂધ લો, પછી 10-12 મિનિટ હાથને તેમાં ડૂબાડી રાખો અને દૂધથી માલિશ કરો. આ ટિપ્સ હાથને મુલાયલ કરવામાં મદદ કરશે. આ ટિપ્સને વીકમાં બે વખત અજમાવવાથી ફાયદો થશે.
જો આપના હાથ વધુ ડલ અને ડ્રાઇ હોય તો આપને એપ્સમ સોલ્ટ અને ઓલિવ ઓઇલની જરૂર પડશે. એક બાઉલમાં થોડું ગરમ પાણી કરો અને તેમાં 12 કપ સોલ્ટ ઉમેરો, તેમાં ઓલિવ ઓઇલની 2-3 બુંદ ઉમેરો, આ બાઉલમાં 10-12 મિનિટ હાથ ડુબાડીને રાખો અને ત્યારબાદ ક્રિમથી મોશ્ચારાઇઝ કરી લો.