(Source: ECI/ABP News/ABP Majha)
Hair mask: ઘર પર આ રીતો બનાવો હેર માસ્ક, વાળને થશે અનેકગણો ફાયદો, રીત સમજી લો
Hair Mask:મોટાભાગની મહિલાઓ તેના હેર ગ્રોથના કારણે પરેશાન હોય છે. જો આપ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં હો તો સ્કેલ્પ ફેશિયલ કરવું જરૂરી છે.
Hair Mask:મોટાભાગની મહિલાઓ તેના હેર ગ્રોથના કારણે પરેશાન હોય છે. જો આપ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં હો તો સ્કેલ્પ ફેશિયલ કરવું જરૂરી છે.
મોટાભાગની સ્ત્રીઓ તેમના વાળના વિકાસને લઈને ચિંતિત હોય છે. સ્ત્રીઓ તેમના વાળને પોષણ આપવા માટે વિવિધ પ્રકારના સૌંદર્ય ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, પરંતુ ઉત્પાદનોમાં રહેલા રસાયણોના કારણે, સ્ત્રીઓને માથાની ચામડી સંબંધિત ઘણી સમસ્યાઓ સહન કરવી પડે છે. જો તમે પણ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો આપને માટે સ્કેલ્પ ફેશિયલ કરાવવું જરૂરી છે. તેનાથી ડેન્ડ્રફની સમસ્યા તો દૂર થશે જ , આવો જાણીએ સ્કેલ્પ ર ફેશિયલ ઘર પર કેવી રીતે કરી કરી શકાય.
સ્કેલ્પ ફેશિયલ શું હોય છે?
સ્ક્લ્પ ફેશિયલ એક પ્રકારની સ્કેલ્પની સ્કિન ટ્રીટમેન્ટ છે. જેમાં ક્રિમ, કોઇ તેલ કે અન્ય બ્યુટી પ્રોડક્ટથી સ્કેલ્પમાં મસાજ કરવામાં આવે છે. સ્કેલ્પ ફેશિયલથી અનેક પ્રકારના ફાયદા થાય છે. ડ્રેડર્ફની સમસ્યા દૂર થાય છે. સ્કેલ્પને પોષણ મળે છે અને વાળનો ગ્રોથ પણ સારો થાય છે, કમજોર વાળને મજબૂતી મળે છે.
સ્કેલ્પ ફેશિયલ ક્રિમ બનાવવા માટે કઇ સામગ્રીની પડે છે જરૂર
- 5 ચમચી એલોવેરા જેલ
- 1 ચમચી જેતૂન તેલ
- 3 ચમચી દહી
- 1 ચમચી ગુબાલજળ
- આ રીતે બનાવો ક્રિમ
આ ક્રીમ બનાવવા માટે સૌથી પહેલા તમે એલોવેરા જેલ લો અને તેને સારી રીતે ધોઈ લો. એક ચમચીની મદદથી એલોવેરા જેલને બહાર કાઢીને બીજા બાઉલમાં લો. તેને બાઉલમાં બાકીની સામગ્રી સાથે સારી રીતે મિક્સ કરો. હવે બ્રશની મદદથી તેને તમારા સ્કેલ્પ પર સારી રીતે લગાવો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે Abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.