Health Alert : થકાવટ સાથે આ લક્ષણો અનુભવાય તો સાવધાન, ઉભું કરી શકે છે જિંદગી પર જોખમ
Health Alert :આજની આપની અવ્યવસ્થિત જીવનશૈલી અને આહાર શૈલીના કારણે મેદસ્વીતા અને હાઇ કોલેસ્ટ્રોલ એ સમસ્યા વધી રહી છે. હાઇ કોલેસ્ટ્રોલના કારણે સતત હાર્ટ અટેકથી મૃત્યુના કેસ પણ વધી રહ્યાં છે

Health Alert :સમયાંતરે કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જોઇએ. જો હાઇ કોલેસ્ટ્રોલ હોય તો તેની નિયમિન દવા લેવી પણ જરૂરી બની જાય છે. જો કે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તો શરીર કેટલાક સંકેત પણ આપે છે. જો નીચેના કોઇ લક્ષણો દેખાય તો તરતજ સાવધાન થઇ જવું અને ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
આપને વાંરવાર કોઇ કારણ વિના જ વોમિટિંગની ફિલિંગ થતી હોય તો હાઇ કોલેસ્ટ્રોલનું આ લક્ષણ હોઇ શકે છે.
જો આપના જડબા અને ખભામાં હાથોમાં દુખાવો રહેતો હોય અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તો તે પણ હાઇ કોલેસ્ટ્રોલના સંકેત આપે છે.
આપ કોઇ શ્રમ પડે તેવું કામ નથી કરતા છતાં પણ આપની ખૂબ પરસેવા થાય છે તો તે પણ હાઇ કોલેસ્ટ્રોલના સંકેત છે.
છાતીમાં દુખાવો થવો અને આ દુખાવો હાથ અને ખભા સુધી પ્રસરી જવો પણ હાઇ કોલેસ્ટ્રોલના સંકેત આપે છે.
આપને થોડા કામ કરતા પણ વધુ થાક અનુભવાય છે તો આ પણ હાઇકોલેસ્ટ્રોલ અને હાર્ટ અટેક આવવાના સંકેત આપે છે. આવા કોઇ પણ લક્ષણો અનુભવાય તો વિના વિલંબ ડોકટરની સલાહ લેવી જોઇએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















