શોધખોળ કરો

Bulletproof Coffee: કોફી સાથે આ વસ્તુ મિક્સ કરીને પીવો, ફટાફટ ઘટશે વજન

Bulletproof Coffee: હાલ બુલેટપ્રૂફ કોફીનો વધુને વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Bulletproof Coffee: હાલ  બુલેટપ્રૂફ કોફીનો વધુને વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જો કે વજન ઘટાડવા માટે   ઘરમાં જ અનેક પ્રકારના પીણાં અને ખોરાક ઉપલબ્ધ છે. જો કે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે, કોફી પણ તમારી વજન ઘટાડવાના હેતુને સરળ રીતે પાર પાડી શકે છે.  જો તમે વિચારી રહ્યા હોવ કે આ કેવી રીતે શક્ય છે, તો આજે અમે તમને જણાવીશું કે કોફી તમારું વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરી શકે છે. ખબર નહીં કેટલી વાર તમે બ્લેક કોફી, દૂધ સાથે કોફી પીધી હશે. પરંતુ શું તમે ક્યારેય તમારા દિનચર્યામાં 'બુલેટપ્રૂફ કોફી'નો સમાવેશ કર્યો છે? જો નહીં, તો આજે આ કોફીના જબરદસ્ત ફાયદાઓ વિશે ચોક્કસથી જાણી લો, કારણ કે પછી બુલેટપ્રૂફ કોફી તમારી મનપસંદ કોફી બની જશે.

આ દિવસોમાં બુલેટપ્રૂફ કોફીનો વધુને વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. બુલેટપ્રૂફ કોફી એ કીટો આહારનો એક ભાગ છે, જેમાં વધુ ચરબી, પર્યાપ્ત પ્રોટીન અને ઓછા કાર્બોહાઇડ્રેટ્સનો સમાવેશ થાય છે. બુલેટપ્રૂફ કોફીમાં ઘી, માખણ, MCT તેલનો સમાવેશ થાય છે.

કોફી અને ઘી વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે?

બુલેટપ્રૂફ કોફીનો હેતુ કાર્બોહાઇડ્રેટથી ભરપૂર નાસ્તાને રિપ્લેસ કરવાનો  છે. તેનાથી પેટ તો ભરાય છે, પરંતુ બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાની તમારું ક્રેવિંગ પણ ઓછું  થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે 'બુલેટપ્રૂફ કોફી' શરીર માટે સંપૂર્ણ એનર્જી ડ્રિંક છે. ન્યુટ્રિશનિસ્ટ્સ કહે છે કે ઘી પાચનક્રિયાને ધીમું કરવાનું કામ કરે છે અને કોફીની ઉત્તેજક અસરોને વધારે છે, જે ભૂખને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

બુલેટપ્રૂફ કોફી પીવાના ફાયદા

આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક: કોફીમાં શુદ્ધ ઘીનો ટુકડો ઉમેરવાથી આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. કારણ કે આ પછી, જો તમે કંઈપણ ખાઓ છો, તો ઇન્સ્યુલિન ધીમે ધીમે બહાર આવે છે. ડૉક્ટરો ડાયાબિટીસ અથવા મેટાબોલિક સમસ્યાઓથી પીડાતા લોકોને મધ્યમ માત્રામાં બુલેટપ્રૂફ કોફીનું સેવન કરવાની ભલામણ કરે છે, કારણ કે તે તેમને ઘણા ફાયદાઓ આપી શકે છે.

ચિંતા ઘટાડે છે: કોફીમાં હાજર કેફીન ચિંતા વધારવા માટે જાણીતું છે. પરંતુ ઘી કે માખણ ઉમેરવાથી બુલેટપ્રૂફ કોફી બને છે. તે ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. મહિલાઓમાં પણ ઘી સાથે કોફી પીવાના ઘણા ફાયદા છે, કારણ કે તે હોર્મોન્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

પાચન સુધારે છે: ઘી પાચન સુધારવા માટે જાણીતું છે અને તમને એસિડ રિફ્લક્સ, કબજિયાત વગેરે જેવી સમસ્યાઓથી રાહત મેળવવામાં મદદ કરે છે. ભલે ઘી કોફીમાં ચરબીનું પ્રમાણ હોય છે, પરંતુ તેમ છતાં તે તમારી પાચનક્રિયાને સુધારીને વજન ઘટાડવામાં મદદરૂપ છે. બુલેટપ્રૂફ કોફી તમારા શરીરમાં પહેલાથી જ જમા થયેલી ચરબીને બર્ન કરવામાં પણ મદદ કરે છે.

બુલેટપ્રૂફ કોફી કેવી રીતે પીવી?

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, બુલેટપ્રૂફ કોફીનો લાભ લેવા માટે, તેને ખાલી પેટે પીવાનું હંમેશા યોગ્ય માનવામાં આવે છે. તે વજન ઘટાડવા માટે જરૂરી ચયાપચયને વેગ આપવા અને ઝડપી બનાવવા માટે તંદુરસ્ત ચરબી અને પ્રોટીન પ્રદાન કરશે. તે તમને ઉર્જા આપવાનું પણ કામ કરશે. ડૉક્ટરો ભલામણ કરે છે કે તમારે બે કપથી વધુ બુલેટપ્રૂફ કોફી ન પીવી જોઈએ. કારણ કે વજન ઘટવાને બદલે વધવા લાગશે અને તમારી ઊંઘની પેટર્ન પણ બગડશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Republic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણીKhyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલAmbalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહીBorsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Embed widget