શોધખોળ કરો

સોફ્ટ ડ્ર્રિન્ક પીતાં પહેલા સાવઘાન, WHOની ચેતવણી, તેના કૃત્રિમ સ્વીટનરથી આ જીવલેણ બીમારીનું જોખમ

વાસ્તવમાં, કૃત્રિમ ગળપણના વધતા ઉપયોગથી વિશ્વભરમાં ચિંતા વધી છે. ફ્રાન્સમાં ગયા વર્ષે એક અભ્યાસમાં પણ જાણવા મળ્યું હતું કે, કૃત્રિમ સ્વીટનરનું વધુ પડતું સેવન ખાસ કરીને એસ્પાર્ટમ લોકોમાં કેન્સરનું જોખમ વધારે છે.

Research :કૃત્રિમ મીઠાશ માટે ઉપયોગમાં લેવાતા કૃત્રિમ સ્વીટનર અથવા એસ્પાર્ટમ વિશે મોટા સમાચાર આવ્યા છે. વોશિંગ્ટન પોસ્ટે અમેરિકામાં થયેલા લેટેસ્ટ રિસર્ચના આધારે કેન્સરની શક્યતા વ્યક્ત કરી છે.                                    

આ રિપોર્ટ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ એક મહિના પહેલા કૃત્રિમ ખાંડના ઉપયોગ પર ચેતવણી આપી હતી. ન્યૂઝ એજન્સી રોઈટર્સે WHOની કેન્સર રિસર્ચ ટાંકીને કહ્યું કે WHO આગામી મહિને એટલે કે જુલાઈમાં એસ્પાર્ટમને લઈને કેન્સરની ચેતવણી જારી કરવા જઈ રહ્યું છે.

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે એફડીએ એ 1981માં જ એસ્પાર્ટમના ઉપયોગને મંજૂરી આપી હતી. જો કે, ત્યારથી એફડીએ જુદા જુદા સમયે પાંચ વખત તેની સમીક્ષા કરી છે. ભારત સહિત 90 થી વધુ દેશોએ અત્યાર સુધીમાં તેના ઉપયોગને મંજૂરી આપી છે. 

વર્ષ 2009 ના અહેવાલ મુજબ, ભારતની ફૂડ સેફ્ટી એન્ડ રેગ્યુલેટરી બોડી એટલે કે FSSAI એ આ કૃત્રિમ ખાંડના ઉપયોગ અંગે માર્ગદર્શિકા બહાર પાડી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે પ્રોડક્ટમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે તેના પર તેનું નામ સ્પષ્ટ રીતે લખવું જોઈએ.

વાસ્તવમાં, કૃત્રિમ ગળપણના વધતા ઉપયોગથી વિશ્વભરમાં ચિંતા વધી છે. ફ્રાન્સમાં ગયા વર્ષે એક અભ્યાસમાં પણ જાણવા મળ્યું હતું કે, કૃત્રિમ સ્વીટનરનું વધુ પડતું સેવન ખાસ કરીને એસ્પાર્ટમ લોકોમાં કેન્સરનું જોખમ વધારે છે. ફ્રાન્સમાં લગભગ એક લાખ લોકોના સ્વાસ્થ્ય અહેવાલોનું વિશ્લેષણ કરીને આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો.

જો કે, રોયટર્સે અહેવાલ આપ્યો છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાની કેન્સર પર સંશોધન માટેની આંતરરાષ્ટ્રીય એજન્સી જુલાઈમાં એક બેઠક યોજવા જઈ રહી છે. જેમાં એસ્પાર્ટમના વધુ પડતા ઉપયોગથી કેન્સરના જોખમ અંગે પ્રથમ વખત રિપોર્ટ જારી કરવામાં આવી શકે છે.

જો કે, મે મહિનામાં WHOએ આર્ટિફિશિયલ સ્વીટનરને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. ડબ્લ્યુએચઓએ તેના અભ્યાસમાં શોધી કાઢ્યું હતું કે કૃત્રિમ સ્વીટનરના ઉપયોગથી બાળકો અથવા પુખ્ત વયના લોકોમાં શરીરની ચરબી ઓછી થતી નથી. આ સિવાય તેના વધુ પડતા ઉપયોગથી ટાઈપ-2 શુગરનું જોખમ પણ વધી જાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Embed widget