Corona Booster Dose: કોરોનાએ ફરી વધારી ચિંતા, બૂસ્ટર ડોઝ બૂક કરવાના રીત સ્ટેપ્સ બાય સ્ટેપ્સ સમજો
વિશ્વના ઘણા દેશોમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. નવા વેરિએન્ટે હાહાકાર મચાવી દીધી છે. ભારત પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.
Booster Dose: વિશ્વના ઘણા દેશોમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. નવા વેરિએન્ટે હાહાકાર મચાવી દીધી છે. ભારત પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. શું આપે અત્યાર સુધી બૂસ્ટર ડોઝ નથી લીધો તો આજે બુક કરાવો . સ્પેપ્સ સમજી લો.
કોરોનાના ન્યુ વેરિયન્ટે ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં હાહાકાર કરી દીધો છે. ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક નવી એડવાઈઝરી જારી કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં લોકોને ભીડવાળી જગ્યાએ ન જવાની સૂચના આપવામાં આવી છે. માસ્ક પહેરવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે જેમને અત્યાર સુધી બૂસ્ટર ડોઝ નથી મળ્યો, તેમણે વહેલી તકે રસી લેવી જોઈએ. શું તમને અત્યાર સુધી તમારો બૂસ્ટર ડોઝ મળ્યો નથી, તો સ્લોટ બુક કરવાની સરળ રીત સમજી લો
બૂસ્ટર ડોઝ શું છે
આરોગ્ય નિષ્ણાતોના મતે, રસીના બંને ડોઝ પછી બૂસ્ટર ડોઝ અઠવાડિયા, મહિનાઓ અથવા વર્ષો પછી પણ લઈ શકાય છે. આ પહેલા પણ, મોટા ભાગના રોગો માટે બૂસ્ટર શોટ આપવામાં આવ્યા હતા. ટેટાનસ માટે દર 10 વર્ષે બૂસ્ટર શોટની પણ ભલામણ કરવામાં આવે છે.
બૂસ્ટર ડોઝ કેવી રીતે કામ કરે છે?
કેટલીક રસીઓ છે જેમાં પ્રાથમિક ડોઝ પછી બૂસ્ટર શોટ આપવામાં આવે છે. પ્રાથમિક ડોઝનું કામ તે વાયરસ સામે એન્ટિબોડીઝ ઓળખવા અને પેદા કરવા માટે રોગપ્રતિકારક તંત્રને તૈયાર કરવાનું છે. બૂસ્ટર ડોઝ એ વાયરસ સામે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. બુસ્ટર ડોઝ એ વૃદ્ધો અથવા નબળા રોગપ્રતિકારક શક્તિવાળા લોકો માટે રામબાણ બની શકે છે.
બૂસ્ટર ડોઝ સ્લોટ કેવી રીતે બુક કરવો
તમે તમારા નજીકના આરોગ્ય કેન્દ્રમાંથી બુસ્ટર ડોઝ મેળવી શકો છો. પ્રથમ અને બીજી માત્રા લીધાના 6 મહિના પછી બૂસ્ટર ડોઝ લઇ શકાય છે જો તમે અત્યાર સુધી તમારો બૂસ્ટર ડોઝ બુક કરાવ્યો નથી, તો અહીં જાણો કે તમે સ્લોટ બુક કરીને આ ડોઝ કેવી રીતે મેળવી શકો છો.
- સૌ પ્રથમ Co-WIN પોર્ટલમાં બૂસ્ટર ડોઝ માટે નજીકના આરોગ્ય કેન્દ્રને શોધો.
- હવે નજીકના રસીકરણ કેન્દ્રમાં શોધો.
- તમે તમારા જિલ્લા, પિન કોડ અથવા નકશા દ્વારા આરોગ્ય કેન્દ્ર શોધી શકો છો.
- રજિસ્ટર્ડ ફોન નંબર દ્વારા પણ હેલ્થ સેન્ટર શોધી શકાય છે.
- હવે રજિસ્ટર્ડ ફોન નંબર વડે લોગ ઇન કરો.
- હોમપેજ પર સાઇન ઇન બટન પર ક્લિક કરો.
- હવે તમારો મોબાઈલ નંબર ટાઈપ કરો.
- હવે તમને તમારા નંબર પર એક OTP મળશે, તેને ટાઈપ કરો.
- એક નવી વિન્ડો ખુલશે, 'શિડ્યૂલ એપોઇન્ટમેન્ટ' બટન પર ક્લિક કરો.
- તમે નવી વિંડોમાં તમારી અનુકૂળતા મુજબ એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )