Consecutive Virus: અમદાવાદ, સુરતમાં આંખ આવવાના દર્દીમાં થયો વધારો, જાણો લક્ષણો અને કેવી રીતે કરશો બચાવ
ચોમાસામાં મોટાભાગે પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે, પરંતુ છેલ્લા થોડા દિવસોથી સુરત બાદ અમદાવાદમાં પણ આંખ આવવાની બીમારી વધી છે.
Eye Consecutive Virus Symptoms: ચોમાસામાં મોટાભાગે પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે, પરંતુ છેલ્લા થોડા દિવસોથી સુરત બાદ અમદાવાદમાં પણ આંખ આવવાની બીમારી વધી છે. કન્જેક્ટિવાઇટિસ ચેપ બાળકોથી વડીલો સુધી ઝડપથી ફેલાયો છે. અમદાવાદ અને સુરતમાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાઈન જોવા મળી છે. સામાન્ય દિવસ માં માત્ર બે થી ત્રણ કેસ પરંતુ અત્યારે 40 થી 50 કેસ આવી રહ્યા છે. વાઇરલ ઇન્ફેક્શન હોવાના કારણે ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યો છે. હાથનો સ્પર્શ અથવા વસ્તુઓના સ્પર્શથી પણ આ બીમારી થાય છે. નાના બાળકોમાં આંખની બીમારી વધુ જોવા મળે છે.
સામાન્ય ભાષામાં કહેવાય છે આંખ આવવી
કંજંક્ટિવાઈટિસને સાવ સામાન્ય ભાષામાં ‘આંખ આવવી’ કહેવાય છે. આંખમાં રહેલા મેમ્બ્રેનમાં સોજો આવવાથી આંખ સોજીને લાલ થઈ જાય છે. કંજંક્ટિવાઈટિસને કારણે આંખ સતત ખૂંચ્યા કરે છે. ખંજવાળ અને સતત પાણી પડ્યા કરે છે. એલર્જી, આંખનું ઈન્ફેક્શન, વાઈરસ અથવા તો બેક્ટેરિયાને કારણે કંજંક્ટિવાઈટિસ થાય છે. આ રોગમાં તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.
કેવા હોય છે લક્ષણો
- ચેપને કારણે આંખમાં લાલાશ કે સોજો આવવા ઉપરાંત અન્ય લક્ષણો પણ છે-
- લાલાશ અને સોજો સાથે આંખોમાં દુખાવો.
- પોપચાંને સ્પર્શ કરવાથી પીડા અનુભવવી.
- આંખમાંથી આવતો પીળો કે લીલો રંગનો કે રંગહીન પદાર્થ.
- પોપચાની આસપાસના પોપડાઓ જામી જમવા.
- આંખોમાંથી કચરો નીકળો નીકળે છે.
- દ્રષ્ટિની અસ્પષ્ટતા.
- આંખોમાંથી સતત પાણી આવવું.
- પ્રકાશમાં આવતાં આંખોમાં દુખાવો થવો.
- પાંપણોની પાછળ અથવા પાંપણના વાળમાં ગઠ્ઠો જામી જવો.
કેવી રીતે બચશો આ રોગથી
- આંખના ચેપથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
- તમારા હાથને વારંવાર સારી રીતે ધોવાનું રાખો.
- તમારા ટુવાલ, રૂમાલ અને આંખના ટીપાં કોઈની સાથે શેર કરશો નહીં કારણ કે તે અન્ય વ્યક્તિને પણ ચેપ ફેલાવી શકે છે.
- આંખોને સૂર્યપ્રકાશ અને ધૂળવાળા વાતાવરણથી દૂર રાખો.
- તમારી આંખોને તમારા હાથથી ઘસો નહીં અને ગંદા હાથથી તમારી આંખોને સ્પર્શશો નહીં.
- આંખોને કોઈપણ બળતરા કરે તેવા પદાર્થ જેમ કે ધુમાડો અથવા રસાયણોની તીવ્ર ગંધ વગેરેના સંપર્કમાં ન આવવા દો.
- બહાર જતી વખતે ડાર્ક ચશ્મા પહેરો.
- કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરશો નહીં.
- આંખો પર શેક કરો, શેકથી લોહીનું ભ્રમણ વધવાથી રોગપ્રતિકારકતા વધે છે.
- એન્ટિબાયોટિક દવાનાં ટીપાં કલાકે કલાકે નાંખો.
લક્ષણો દસ દિવસ સુધી રહે છે
આ ચેપ બેક્ટેરિયાથી થાય છે અને ઝડપથી ફેલાય છે. એક આંખથી બીજી આંખમાં અને એક દર્દીથી બીજા દર્દી સુધી હાથ, આંગળી, રૂમાલ, ટુવાલ, કાજળ આંજવાની સળી વગેરે દ્વારા ફેલાય છે. ત્રણ ચાર દિવસમાં તે એકદમ વધી જાય છે. આ લક્ષણ દસ દિવસ સુધી રહે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે. આ માહિતીનો અમલ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લો.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )