(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips: Oatsનું સ્કિન ગ્લોઇંગ કરવાની સાથે થાય છે ઓટ્સ ના સેવનના છે આ અદભૂત ફાયદા
આપ ઓટ્સ ખાવાના ફાયદા વિશે તો સાંભળ્યું જ હશે. આવો અમે તમને અહીં જણાવીએ કે ઓટ્સ તમારા શરીર માટે કેવી રીતે ફાયદાકારક છે.
Health Tips: આપ ઓટ્સ ખાવાના ફાયદા વિશે તો સાંભળ્યું જ હશે. આવો અમે તમને અહીં જણાવીએ કે ઓટ્સ તમારા શરીર માટે કેવી રીતે ફાયદાકારક છે.
તમે ઓટ્સ ખાવાના ફાયદા વિશે સાંભળ્યું જ હશે. તે જેટલા ઝડપથી તૈયાર થાય છે. તેટલા જ હેલ્ધી પણ છે. દરરોજ નાસ્તામાં ઓટ્સ ખાવાથી દિવસભર શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. બીજી તરફ, જો આપ કોવિડ-19થી સંક્રમિત હોવ તો પણ ઓટ્સ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એટલા માટે છે કારણ કે ઓટ્સનું સેવન તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
રોગોથી બચવા માટે ન મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે દરરોજ 30 થી 40 ગ્રામ ઓટ્સ ખાઓ છો, તો તેનાથી શરીરને અનેક ફાયદા થાય છે. આપને જણાવી દઈએ કે ઓટ્સમાં ઝિંક, કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, મેંગેનીઝ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આવો અમે તમને અહીં જણાવીએ કે, ઓટ્સ આપના શરીર માટે કેવી રીતે ફાયદાકારક છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓ માટે ઓટ્સ ખાવું ખૂબ જ ફાયદાકારક છે. નાસ્તામાં ઓટ્સ ખાવાથી જલ્દી ભૂખ લાગવાની સમસ્યા નથી થતી અને પેટ પણ સાફ રહે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારશે
કોરોના (કોવિડ-19)ના સમયમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં ઓટ્સ ખાવું તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. ઓટ્સમાં રહેલા બીટા-ગ્લુકેનને કારણે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે. જો તમે સવારના નાસ્તામાં ઓટ્સનો સમાવેશ કરો છો, તો તમે ન માત્ર તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો તેના સેવનથી સ્કિન પણ ગ્લોઇંગ બને છે.
સ્કિનને ગ્લોઇંગ કરે છે
ઓટ્સ ખાવાથી માત્ર શરીરને જ ફાયદો નથી થતો. આ સાથે તે ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી ત્વચા પર ચમક જળવાઈ રહે છે.
તણાવને ઓછો કરે છે
ઓટ્સમાં ફાઈબર અને મેગ્નેશિયમની ભરમાર છે, જે મગજમાં સેરોટોનિનનું પ્રમાણ વધારે છે. તેને ખાવાથી મન શાંત રહે છે. રોજ ઓટ્સ ખાવાથી પણ સારી ઊંઘ આવે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )