કોરોનાએ રંગ બદલ્યો, હવે આ સાત લક્ષણો હોય તો પણ ખતરનાક કોરોનાનો ખતરો, બે અત્યંત સામાન્ય લક્ષણથી પણ ચેતો
કોવિડના નવા સ્ટ્રેઈનમાં અલગ પ્રકારના લક્ષણ સામે આવ્યા છે. જેમાં માથાનો દુખાવો, ચામડીના રોગ, ઝાડા થવા, આંખ આવવી, શરીરમાં કળતર અને દુખાવો, ગળામાં દુખાવો, હાથની આંગળીઓ અને પગનાં ટેરવા ફિક્ક પડી જવા જેવા લક્ષણ ધરાવતા લોકોમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. સુરતમાં એવા લોકો પણ પોઝિટિવ છે જેમાં કોવિડના કોઈ લક્ષણ પણ જોવા મળતા નથી એ લોકો માટે ચેતવણી છે.
સુરતઃ એક બાજુ સમગ્ર ગુજરાતમાં કોરોનાના રેક્રોડ બ્રેક કેસ આવી રહ્યા છે ત્યારે સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના કારણે ભારે ગભરાટ છે. નવા સ્ટ્રેઈનના લક્ષણો પણ અલગ હોવાથી સુરત મહાનગરપાલિકાએ લોકોને સાવચેત રહેવાની સાથે સાથે આ સ્ટ્રેઈન અંગે મહત્વની માહિતી ટ્વીટ કરીને આપી છે.
ક્યા સાત લક્ષણો છે આ ?
આ નવા સ્ટ્રેઈનમાં કોરોનાના અગાઉ જોવા મળેલાં લક્ષણો કરતાં અલગ નવાં લક્ષણ જોવા મળ્યા છે. કોવિડના નવા સ્ટ્રેઈનમાં અલગ પ્રકારના લક્ષણ સામે આવ્યા છે. જેમાં માથાનો દુખાવો, ચામડીના રોગ, ઝાડા થવા, આંખ આવવી, શરીરમાં કળતર અને દુખાવો, ગળામાં દુખાવો, હાથની આંગળીઓ અને પગનાં ટેરવા ફિક્ક પડી જવા જેવા લક્ષણ ધરાવતા લોકોમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. સુરતમાં એવા લોકો પણ પોઝિટિવ છે જેમાં કોવિડના કોઈ લક્ષણ પણ જોવા મળતા નથી એ લોકો માટે ચેતવણી છે.
સુરતમાં અઠવાડિયામાં કેટલા નોંધાયા કેસ
સુરતમાં સતત ત્રીજા દિવસે 400થી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસમાં જ સુરતમાં કોરોનાના 1300થી વધારે નવા કેસ નોંધાયા છે. મંગળવાર, 23 માર્ચે 476, સોમવાર, 22 માર્ચે 429, રવિવાર, 21 માર્ચે 405, શનિવાર, 20 માર્ચે 381, શુક્રવાર, 19 માર્ચે 349, ગુરુવાર, 18 માર્ચે 324, બુધવાર, 17 માર્ચે 315 કેસ નોંધાયા હતા.
સુરત કોર્પોરેશને શું કરી નવી પહેલ
સુરતમાં કોરોના સંક્રમણ ઘટાડવા મનપાએ નવી પહેલ કરી છે. જે મુજબ ઉધના ઝોનમાં આવેલી રામેશ્વરમ ગ્રીન સોસાયટી-એપાર્ટમેન્ટમાં નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે મુજબ પોઝિટિવ કેસ આવ્યા બાદ સોસાયટીના અન્ય કોઈ સભ્યને ચેપ ન લાગે તે માટે સોસાયટીમાંથી કોઇ વ્યક્તિ બહાર નીકળે તો પ્રમુખ-સેક્રેટરીને 500 રૂપિયાનો દંડ કરવામાં આવે છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
મંગળવારે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. મંગળવારે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છેહતી રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.60 ટકા પર પહોંચ્યો છે. હાલ 8318 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 લોકો વેન્ટિલેટર પર અને 8242 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )