Health Tips: શિયાળામાં જરૂરથી ટ્રાય કરો હેલ્ધી પાલકનો સૂપ, જાણો રેસિપી
શું તમે જાણો છો કે વધુ પડતી ચા પીવી સ્વાસ્થ્ય માટે સારી નથી. ખાંડવાળી ચા પીવાથી સ્થૂળતા ઝડપથી વધે છે. ખાસ કરીને પેટની ચરબી વધવા લાગે છે. આ કિસ્સામાં પાલક સૂપ એક સારો વિકલ્પ છે.
Health Tips: શિયાળાની ઋતુમાં સૌ કોઈને ગરમાગરમ કૈંક ખાવાની અને પીવાની ઈચ્છા થાય છે ત્યારે મોટાભાગના લોકો ચા પીવાનું પસંદ કરે છે. જેમ જેમ ઠંડી વધતી જાય છે તેમ તેમ શરીરને હૂંફ આપવા માટે ચા પીવાનું પ્રમાણ વધતું જાય છે. ઘણા લોકો તો દિવસભરમાં ઓછામાં ઓછી 6-7 કપ ચા પીવે છે પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતી ચા પીવી સ્વાસ્થ્ય માટે સારી નથી. વધુ પડતી ચા પીવાથી તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચે છે. ખાંડવાળી ચા પીવાથી સ્થૂળતામાં ઝડપથી વધારો થાય છે. ખાસ કરીને પેટની ચરબી વધવા લાગે છે. આવી સ્થિતિમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે ઠંડા હવામાનમાં ચાને બદલે સૂપ પી શકો છો. બજારમાં અલગ અલગ પ્રકારના સૂપ પેકેટ પણ ઉપલબ્ધ છે. પરંતુ તૈયાર પેકેટ કરતાં હોમમેઇડ સૂપ ખૂબ આરોગ્યપ્રદ હોય છે. તે શરીર માટે ખૂબ જ લાભદાયક હોય છે. માટે બજારમાં મળતા તૈયાર પેકેટ કરતાં ઘરે જ આ રીતે બનાવો સરળ રીતે પાલકનો સૂપ. ત્યારે આવો જાણીએ પાલકનો સૂપ બનાવવાની રીત.
પાલક સૂપ બનાવવા માટેની સામગ્રી
- પાલક
- કાળું મીઠું
- કાળા મરીનો પાઉડર
- ઘી
- લીલા ધાણા
- હીંગ
- જીરું
- લાલ મરચું
- લસણ આદુ પેસ્ટ
પાલકનો સૂપ બનાવવાની રીત
પાલકનો સૂપ બનાવવા માટે સૌપ્રથમ પાલકને ધોઈને સાફ કરી લો. ત્યારબાદ તેના નાના નાના ટુકડામાં કાપી લો. ત્યારબાદ એક તપેલીમાં ગરમ પાણી ઉકાળો. પાણી બરાબર ઉકળી જાય એટલે ગેસની ફલેમ ધીમી કરી કાપેલો પાલક નાખી થોડી વાર ઉકળવા દો. પાલક ઉકળી જે ત્યારબાદ તેને ગેસ પરથી ઉતારી લો. હવે તમારે આ સૂપને ટેમ્પર કરવાનું છે. આ માટે સૌથી પહેલા એક પેનમાં ઘી નાખો. તેમાં હિંગ, જીરું અને લાલ મરચાં ઉમેરો. હવે તેમાં આદુ લસણની પેસ્ટ નાખીને બરાબર શેકી લો. તમારે યાદ રાખવું પડશે કે ગેસની ફલેમ મધ્યમ રહેવી જોઈએ. હવે તેમાં બાફેલી પાલક નાખો. પછી તેમાં લીલા ધાણા, કાળા મરી પાવડર અને કાળું મીઠું નાખી સર્વ કરો. જ્યારે ચાની તલપ હોય ત્યારે આ સૂપ પી ચોક્કસથી પી શકાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )