અમેરિકાએ ગેરકાયદેસર રહેતા 205 ભારતીયોને કર્યા રવાના, 33 ગુજરાતીઓ પણ સામેલ
illegal Indian migrants: ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને અમેરિકાનું લશ્કરી વિમાન ભારત પહોંચવાનું છે

illegal Indian migrants ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને અમેરિકાનું લશ્કરી વિમાન ભારત પહોંચવાનું છે. ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઇને અમેરિકન C-147 વિમાન દ્વારા ભારત આવી રહ્યું છે. યુએસ એરફોર્સના સી-17 ગ્લોબમાસ્ટર વિમાને ટેક્સાસ નજીકના યુએસ લશ્કરી મથકથી અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને ઉડાન ભરી હતી. જોકે, વિમાનમાં કેટલા ભારતીયો સવાર હતા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ સૂત્રો કહે છે કે આ વિમાનમાં 205 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી 140 ભારતીયો પંજાબના છે. પરંતુ ભારત તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
STORY | US plane carrying 205 deported Indians to land in Amritsar in afternoon
— Press Trust of India (@PTI_News) February 5, 2025
READ: https://t.co/dPLjJkIbUp pic.twitter.com/emM5DgN32Q
અમેરિકન સરકારના એસી-17 વિમાન મારફતે એ ભારતીયોને પરત રવાના કરાઈ ચૂક્યા છે. જેઓ ગેરકાયદે રીતે મેક્સિન અથવા અન્ય બોર્ડરથી અમેરિકામાં પ્રવેશ્યા હતા અથવા તો પ્રવેશતા પકડાયા હતા. 24 કલાક અગાઉ અમેરિકાથી એક રવાના થયેલું ખાસ વિમાન બપોરે 1 વાગ્યે અમૃતસર એયરપોર્ટ પહોંચશે. સૂત્રોએ જણાવ્યું હતું કે જે 205 ભારતીયોને ડિપોર્ટ કરાયા છે તેમાં 33 જેટલા ગુજરાતીઓ પણ સામેલ છે.
ગેરકાયદે પ્રવેશ કરતા પકડાયેલા અને પેન્ટાગોન, ટેક્સાસ, કેલિફોર્નિયાની જેલમાં બંધ લોકોને પરત તેમના દેશમાં મોકલવાનું અભિયાન ટ્રંપ સરકારે વધારે તેજ કર્યુ છે. આ અભિયાનની ઝપેટમાં પાંચથી 18 હજાર જેટલા ભારતીયો આવે તેવી શક્યતા છે. ચૂંટણીના આ સમયે પોતાના દેશના નાગરિકોને આપેલું વચન પુરું કરવા ટ્રંપ સરકાર આક્રમક બની છે. જો કે અમેરિકામાં સ્થાયી થયેલા અને રોજગારી મેળવી દૂધમાં સાકળની જેમ ભળેલા ભારતના લોકોને ટ્રંપની સરકાર કે ત્યાની એજન્સીઓ હેરાન કરતી હોય તેવા કોઈ અહેવાલ નથી. માત્રને માત્ર ગેરકાયદે ઘૂસણખોરી કરી કરતા પકડાઈ ત્યાની જેલમાં બંધ અને ત્યાની સરકાર માટે બોજરૂપ બની રહેલા તેમજ ગેરકાયદે કૃત્ય કરનાર વિદેશીઓને પરત મોકલવાની પ્રક્રિયાનો ટ્રંપ સરકારનો દાવો છે. જે પણ ભારતીયોને પરત મોકલાયા છે. તેઓ એરપોર્ટ પર પહોંચશે અને ત્યાર બાદ ભારતની સુરક્ષા એજન્સી અને સ્થાનિક પોલીસ તેમની પૂછપરછ કરશે. સ્વાભાવિક રીતે આ તપાસ થશે તો અનેક કબૂતરબાજોના આ જીવલેણ નેટવર્કનો પર્દાફાશ થશે.
ભારતમાં અમેરિકન દૂતાવાસના પ્રવક્તાએ ભારતીયોને લઈ જતા અમેરિકન વિમાન પર સીધી ટિપ્પણી કરવાનું ટાળતા કહ્યું કે અમેરિકા તેના ઇમિગ્રેશન કાયદા કડક કરી રહ્યું છે અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં પાછા મોકલી રહ્યું છે. યુએસ દૂતાવાસના પ્રવક્તાએ દેશનિકાલ ફ્લાઇટની વિગતો શેર કરવાનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે યુએસ તેની સરહદો પર સુરક્ષા વધારી રહ્યું છે, ઇમિગ્રેશન કાયદા કડક કરી રહ્યું છે અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશમાંથી બહાર કાઢી રહ્યું છે. આ કાર્યવાહી સ્પષ્ટ સંદેશ આપે છે કે યુએસ સરકાર ગેરકાયદેસર ઇમિગ્રેશનને ખૂબ ગંભીરતાથી લેશે.
વિમાનમાં કયા રાજ્યોના ભારતીયો મુસાફરી કરી રહ્યા છે?
આ અમેરિકન લશ્કરી વિમાન આજે બપોરે 1 વાગ્યાની વચ્ચે અમૃતસર એરપોર્ટ પર ઉતરી શકે છે. સૂત્રો કહે છે કે આ વિમાનમાં પંજાબના લગભગ 30, હરિયાણાના 50, ગુજરાતના 33 ભારતીયો સવાર છે. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ચંડીગઢના લોકો પણ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
