શું આપ ડાયટિંગમાં આ ભૂલ કરી રહ્યાં છો તો શરીરને થઇ શકે છે ભારે ભારે નુકસાન, જાણો શું છે એક્સ્પર્ટનો મત
કેટલીક એક્સરસાઇઝની સાથે ડાયટ પણ એવા હોય છે કે જેનાથી અજાણતાં જ સ્વાસ્થ્યને નુકસાન થાય છે. જેમ કે મોટાભાગના લોકો સવારે વહેલા ઊઠીને લીંબુ પાણી પીવે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે સારું નથી.ખાલી પેટે લીંબુ પાણી પીવાથી એસિડિટી થઈ શકે છે,
Diet tips: કેટલીક એક્સરસાઇઝની સાથે ડાયટ પણ એવા હોય છે કે જેનાથી અજાણતાં જ સ્વાસ્થ્યને નુકસાન થાય છે. જેમ કે મોટાભાગના લોકો સવારે વહેલા ઊઠીને લીંબુ પાણી પીવે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે સારું નથી.ખાલી પેટે લીંબુ પાણી પીવાથી એસિડિટી થઈ શકે છે, તેના બદલે તમે ગરમ પાણી પી શકો છો. આવા બીજા ઘણા હેલ્થ ટ્રેન્ડ છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, તો ચાલો જાણીએ આ હેલ્થ ટ્રેન્ડ વિશે.
ઠંડા સ્મૂધી ન પીવો
જો તમે ઠંડાઈમાં વધુ બરફ પીતા હોવ તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આમ કરવાથી પેટમાં દુખાવો થાય છે અને શરદી થવાની શક્યતા રહે છે. સમાન પ્રકૃતિ ધરાવતા ફળોની સ્મૂધી બનાવો. કેળા સાથે અન્ય કોઈ ફળ ભેળવવાની જરૂર નથી, કારણ કે, આયુર્વેદ અનુસાર, તે રોગોનું જોખમ વધારે છે.
હોટ યોગા ન કરો
હોટ યોગમાં આપને બંધ જગ્યાએ કરવો પડે છે, જેના કારણે શરીરનું મોશ્ચર ઓછું થવા લાગે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો વર્કઆઉટ અથવા સિમ્પલ યોગ કરવું વધુ સારું રહેશે. એક્સપર્ટના મતે હોટ યોગનો ટ્રેન્ડ ઘણા લોકોએ અપનાવ્યો હતો પરંતુ તેનું પરિણામ માત્ર ડિહાઇડ્રેશન અને માથાનો દુખાવો જ હોય છે.
કાચા ફળોનો રસ ન પીવો
જો તમે કાચા ફળોનો રસ પીવો છો, તો બ્લોટિંગ અને ન્યુટ્રીશિયનની કમી થાય છે. તેનાથી બચવા માટે તમારે ફળને સ્ટીમ કરીને પછી જ્યુસ પીવું જોઇએ. જો આપ કાચા ફળનો સીધો જ્યુસ બનાવી લો તો બ્લોટિંગ અને ઉલ્ટી થવાની શક્યતાઓ વધી જાય છે.
સવારે ખાલી પેટે લીંબુનું શરબત ન પીવો
જો તમે સવારે ઉઠીને ખાલી પેટે લીંબુનું શરબત પીવો છો, તો તેનાથી તમારા પેટમાં બળતરા, એસિડિટી અને તમારા દાંતને નુકસાન થઈ શકે છે. જો આપ વજન ઘટાડવા માટે લીંબુનો સેવન કરતા હો તો સવારે ઉઠ્યા પછી ગરમ હુફાળું પાણી પીવાનો આગ્રહ રાખો.
ભૂખ્યા ન રહેવું
જો આપ ઉપવાસ રાખો છો અથવા માત્ર એક જ સમયે ભોજન લો છો તો આવી સ્થિતિમાં તમારો પીરિયડ્સ મિસ થઇ જાય છે. વાળ તૂટે છે અથવા ખરવા લાગે છે અને શરીરમાં નબળાઈ આવે છે. વધુ દિવસો ભૂખ્યા રહેવા કે ઉપવાસ કરવાને બદલે વધુ વર્કઆઉટ કરવાનો પ્રયાસ કરો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )