Superfood For Women: સુંદરતા અને સ્વાસ્થ્ય બંને માટે ડાયટમાં સામેલ કરો આ 10 સુપર ફૂડ
મહિલાઓએ તેમના આહારમાં કેટલાક સુપરફૂડનો સમાવેશ કરવો જ જોઈએ. લાંબા સમય સુધી સ્વસ્થ અને યંગ રહેવા માટે આપને આ 10 ફૂડ્સનું સેવન કરવું જોઈએ.
Diet For Women Health: મહિલાઓએ તેમના આહારમાં કેટલાક સુપરફૂડનો સમાવેશ કરવો જ જોઈએ. લાંબા સમય સુધી સ્વસ્થ અને યંગ રહેવા માટે આપને આ 10 ફૂડ્સનું સેવન કરવું જોઈએ.
ભાગદોડની લાઈફમાં જીવન ખૂબ જ વ્યસ્ત થતુ જાય છે. ઘર, બાળકો અને હવે કામકાજની જવાબદારી સાથે ઓફિસના કામની જવાબદારી પણ શરૂ થઈ ગઈ છે.
આવી સ્થિતિમાં, ઘર અને ઓફિસ સંભાળતી વખતે, ઘણી વખત સ્ત્રીઓ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતી નથી, જેના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. સ્વસ્થ રહેવા માટે મહિલાઓએ હેલ્ધી ડાયટ લેવો જોઈએ. પીરિયડ્સ, પ્રેગ્નેન્સી અને મેનોપોઝ સુધી દર મહિને મહિલાઓના જીવનમાં ઘણા બદલાવ આવે છે. આવી સ્થિતિમાં મહિલાઓએ તેમની જીવનશૈલીમાં કેટલાક એવા સુપરફૂડનો સમાવેશ કરવો જ જોઈએ, જે તેમના સ્વાસ્થ્ય અને સુંદરતાને જાળવશે.
ટામેટાં
ટામેટા ખાવાથી ત્વચા સારી રહે છે અને વૃદ્ધત્વની અસર સ્કિન પર ઓછી દેખાય છે. . ટામેટાંમાં લાઈકોપીન નામનું પોષક તત્વ હોય છે, જે સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે હૃદયની બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.
બેરીઝ
બેરી મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. સ્ટ્રોબેરી, રાસબેરી, બ્લુબેરી અને ક્રેનબેરીમાં કેન્સર વિરોધી પોષક તત્વો હોય છે. બેરીઝ વિટામિન સી અને ફોલિક એસિડનો સારો સ્ત્રોત છે. ગર્ભાવસ્થામાં પણ બેરી ખાવાની સલાહ આપવામાં આવે છે. બેરીમાં એન્ટી એજિંગ તત્વ તત્વો પણ છે. આ સિવાય બેરી યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનને ઘટાડવામાં પણ મદદ કરે છે.
મિલ્ક
સ્ત્રીઓમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ પુરુષો કરતાં ઘણી વધારે હોય છે. આવી સ્થિતિમાં મહિલાઓએ તેમના આહારમાં ઓછી ચરબીવાળા દૂધનો સમાવેશ કરવો જોઈએ. શરીરમાં વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપ દૂધ દ્વારા પૂરી કરી શકાય છે. વિટામિન ડી સ્ત્રીઓમાં ઓસ્ટીયોપોરોસિસનું જોખમ ઘટાડે છે. ડાયાબિટીસ, મલ્ટીપલ સ્ક્લેરોસિસ અને સ્તન અને અંડાશયની ગાંઠોનું જોખમ પણ ઓછું થાય છે.
દહીં
મહિલાઓએ દહીંનો ખોરાકમાં ચોક્કસપણે સમાવેશ કરવો જોઈએ. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, દહીં ખાવાથી સ્તન કેન્સરનું જોખમ ઓછું થાય છે. દહીં ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. આ સિવાય દહીં ખાવાથી અલ્સર અને વજાઇનલ ઇન્ફેક્શનનો ખતરો પણ ઓછો થાય છે. હાડકાંને મજબૂત કરવા માટે દહીં કેલ્શિયમનો સારો સ્ત્રોત છે.
સોયાબીન
મહિલાઓએ પ્રોટીનયુક્ત ખોરાક લેવો જોઈએ. ડાયટમાં માં પ્રોટીન, આયર્ન અને વિટામીન B થી ભરપૂર ખોરાક લેવો જોઈએ. સોયામાંથી બનેલી પ્રોડક્ટ જેમ કે સોયા મિલ્ક, ટોફુ મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )