Health : કાળઝાળ ગરમીમાં શેરડીનું જ્યુસ પીવો છો? તો સાવધાન, સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
Sugarcane Juice : જો તમે તડકામાં ઉભા રહીને શેરડીનો રસ પીતા હોવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. જાણીએ કારણો

Sugarcane Juice: શેરડીનું જ્યુસ શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપનાર છે. આપણામાંના ઘણા તેને પીવાનું પસંદ કરે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં શેરડીનો રસ તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. મુખ્યત્વે જો તમે કેટલીક સાવચેતી ન રાખો તો તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આવો જાણીએ સખત તાપમાં શેરડીનો રસ પીવાથી શું નુકસાન થાય છે?
બેક્ટેરિયલ ચેપનું જોખમ
તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીમાં રસ ઝડપથી બગડી શકે છે. જો શેરડીને ખુલ્લામાં રાખવામાં આવે અથવા સાફ ન કરવામાં આવે તો તેમાં બેક્ટેરિયા અને ફૂગ વધી શકે છે. તેનાથી પેટમાં દુખાવો, ઉલ્ટી, ઝાડા અથવા ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.
સુગર લેવલ અચાનક વધી શકે છે
તેજ ધૂપમાં રાખેલ શેરડીનું જયુસ પીવાથી અચાનક સુગર લેવલ વધી જાય છે. તેજ ધૂપમાં શરીર પહેલાથી જ ડિહાઇડ્રેઇટ હોય છે. આ રીતે આ સમયે જ જ્યુસ પીવું સુગરને સ્પાઇક કરી શકે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી સાબિત થાય છે.
વાસી કે ભેળસેળયુક્ત રસથી ખતરો
શેરડીના જ્યુસમાં વધુ બરફ નાખવામાં આવે છે. જે સ્વચ્છ હોતું નથી. ઉનાળામાં આ ભેળસેળ વધુ ખતરનાક બની શકે છે.
રોગપ્રતિકારક શક્તિ પર અસર
ચેપગ્રસ્ત અથવા દૂષિત શેરડીનો રસ પીવાથી ઝેર શરીરમાં પ્રવેશી શકે છે, જે રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે. તેથી, સૂર્યપ્રકાશમાં રાખવામાં આવેલ શેરડીનો રસ પીવાનું ટાળો.
શેરડીનો રસ પીતી વખતે આ સાવધાની રાખો
શેરડીનો રસ હંમેશા ચોખ્ખી જગ્યાએથી તાજો કાઢેલો પીવો. જ્યુસ પીતા પહેલા જ્યુસ મશીનની સ્વચ્છતા તપાસી લો. ભારે ભોજન ખાધા પછી અથવા ખાલી પેટે તરત જ પીવું નહીં. ધોમધખતા તાપમાં પરસેવો પાડ્યા પછી થોડો આરામ કરો અને પછી શેરડીનો રસ પીવો. ડાયાબિટીસના દર્દીઓએ તો આ જ્યુસ પીવાનું ટાળવું જ હિતાવહ છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















