Diwali Healthy Tips:દિવાળીમાં ભૂલથી પણ ન ખાશો આ 4 ફૂડ, જાણો એક્સ્પર્ટની સલાહ
Diwali Healthy Tips:જો તમે આ દિવાળી પર સ્વસ્થ અને ફિટ રહેવા માંગતા હો, તો તમારા ખાવા-પીવાની આદતોનું ધ્યાન રાખો. આ સમય દરમિયાન તમારે શું ટાળવું જોઈએ તે જાણો.

Diwali Healthy Tips:દિવાળીનો તહેવાર પોતાની સાથે પ્રકાશ અને આનંદ લાવે છે. આ સાથે, ઘરોમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. લોકો ખૂબ આનંદથી તેને આરોગે છે અને તેમાં કંઈ ખોટું નથી, પરંતુ તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ. દિવાળીનો અર્થ એ નથી કે તહેવારોનો આનંદ માણવા માટે તમારે તમારા સ્વાસ્થ્ય સાથે સમાધાન કરવું પડશે. ચાલો જાણીએ કે દિવાળી દરમિયાન તમારે શું ટાળવું જોઈએ.
ડીપ-ફ્રાઇડ મીઠાઈઓ
જોકે દિવાળી મીઠાઈઓનો તહેવાર છે, તમારે તેનું સેવન મધ્યમ માત્રામાં કરવું જોઈએ, ખાસ કરીને જે તેને તળીને બનાવવામાં આવે છે.
સુગરી ડ્રિન્કસ
જો શક્ય હોય તો, આ સમય દરમિયાન ઠંડા પીણાં અથવા પેકેજ્ડ જ્યુસ જેવા હાઇ સુગર પીણાંનું સેવન કરવાનું ટાળો. આ તમારા વજનને પણ અસર કરે છે. તેના બદલે, નાળિયેર પાણી જેવા નેચરલ પીણાનું સેવન કરો.
ઓવર સ્નેક્સ
આ એવો સમય હોય છે જ્યારે ઘરમાં બધા ભેગા થાય છે અને ઘણી બધી વાતો કરે છે અને નાસ્તો પણ આ સમયે ચાલુ રહેતો હોય . તેઓ જેટલો વધુ સમય વાતો કરવામાં વિતાવે છે, અથવા મોડી રાત સુધી જાગે છે, તેટલું જ તેઓ વધુને વધુ આ ઓઇલી નાસ્તા કરે છે. તેથી, તમારે વધુ પડતો નાસ્તો કરવાનું ટાળવું જોઈએ.
બચેલું ફૂડ
તહેવારો દરમિયાન ઘણા વ્યજંન બને છે, તેથી ફૂડ બચવું સ્વાભાવિક છે. જોકે, વાસી ખોરાક ખાવાનું ટાળો. આનાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















