Navsari News: હાર્ટ અટેકથી 31 વર્ષિય યુવકનું મોત, ગરબા રમી રાત્રે ઘરે આવ્યા બાદ છાતીમાં થયો દુખાવો
સુરત બાદ નવસારીમાં પણ નાની વયે હાર્ટ અટેકના કારણે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. ગરબા રમ્યા બાદ છાતીમાં દુખાવો થયો હતો. સારવાર મળે તે પહેલા જ નિધન થઇ ગયું.
નવસારી:રાજ્યમાં હાર્ટ અટેકના કેસ સતત વધી રહ્યાં છે. કોરોના સમય બાદથી નાની વયે હાર્ટ અટેક અને તેનાથી મોતના કિસ્સાએ ચિંતા વધારી છે. આજે સુરત બાદ નવસારીમાં પણ હાર્ટ અટેકના કારણે યુવકે જીવ ગુમાવ્યો છે. 31 વર્ષિય મૃણાલ શુક્લનું હાર્ટ અટેકના કારણે નિધન થયું છે.
નવરાત્રીમાં ગરબા રમીને આવ્યા બાદ મૃણાલ શુક્લે અચાનક છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. પરિવારે તાબડતોબ 108 બોલાવી સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ઇચ્છાપોર કવાસ વિસ્તારમાં 25 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. રાજકુમાર શાહને અચાનક અસ્વસ્થતા અનુભવાતા તે નીચે બેસી ગયો હતો અને બાદ તેમને હાર્ટ અટેક આવતા તે ઢળી પડ્યો હતો. રાજકુમાર શાહુ જમ્યાં બાદ હજીરાની એક કંપનીમાં કોલસો ભરવા ગયો હતો આ દરમિયાન જ તેમની તબિયત ખરાબ થઇ હતી અને તે ત્યાં જ ટ્રક સામે બેસી ગયો હતો. આ ઘટનાના પગલે તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતી. જો કે અહીં તેને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો પ્રાથમિક રીતે તપાસમાં હાર્ટ અટેકથી મોતનું કારણ સામે આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં લઇ જવાયો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકથી થયેલા મોત
તારીખઃ 15 ઓક્ટોબર 202
માતાજીની મૂર્તિ લઈને પરત
ફરતા સમયે હાર્ટ એટેકથી મોત
તારીખઃ 14 ઓક્ટોબર 2023
સ્થળઃ પાદરા
યુવક ઓચિંતા ઢળી પડ્યો
તારીખઃ 14 ઓક્ટોબર 2023
સ્થળઃ ગોધરા
શહેરાની કોલેજમાં કલાર્ક તરીકે ફરજ
બજાવતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત
તારીખઃ 13 ઓક્ટોબર 2023
સ્થળઃ ભુજ સ્વામિનારાયણ મંદિર
મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરી ઘનશ્યામભાઈ
ભટ્ટનું મંદિરમાં દર્શન વખતે ઢળી પડ્યા
તારીખઃ 13 ઓક્ટોબર 2023
સ્થળઃ વડોદરા
કારેલીબાગના 26 વર્ષીય યુવકનું
હાર્ટ એટેકથી નિધન
તારીખઃ 12 ઓક્ટોબર 2023
સ્થળઃ ઓલપાડ
42 વર્ષીય રત્નકલાકાર વિપુલભાઈ હિંચકા પર
બેઠા હતા અને હૃદયરોગનો હુમલો આવ્યો
તારીખઃ 12 ઓક્ટોબર 2023
સ્થળઃ સુરત
સુરતના વેસુમાં કલર કામ કરતા યુવકને
છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને હાર્ટ એટેક આવ્યો
તારીખઃ 10 ઓક્ટોબર 2023
સ્થળઃ જામનગર
ધો. 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું યોગા
દરમિયાન હાર્ટ એટેક આવતા મોત
તારીખઃ 5 ઓક્ટોબર 2023
સ્થળઃ સુરત
પ્રિ-નવરાત્રિ નિમિતે ગરબા રમતા 26 વર્ષીય
યુવકનું હાર્ટ એટેકથી થયું નિધન
તારીખઃ 25 સપ્ટેમ્બર 2023
સ્થળઃ જામનગર
ગરબાની પ્રેકટિસ દરમિયાન 19 વર્ષીય યુવકને
હાર્ટ એટેક આવતા સારવાર પહેલા થયું મોત
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )