Winter tips: શું આપ શિયાળાની ઠંડીમાં રૂમ હિટરનો કરો છો ઉપયોગ, તો સાવધાન, થાય છે આ નુકસાન
Winter tips: શું તમે જાણો છો કે શિયાળાની આ ઠંડીમાં તમે જે રૂમ હીટરનો ઉપયોગ કરી રહ્યા છો તે તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
Winter tips: શું તમે જાણો છો કે શિયાળાની આ ઠંડીમાં તમે જે રૂમ હીટરનો ઉપયોગ કરી રહ્યા છો તે તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાનો ત્રાસ યથાવત છે. ધાબળા, રજાઇ, ઊની કપડાં બધું જ યુઝ કર્યાં બાદ પણ પરંતુ ઠંડી અટકવાનું નામ નથી લઈ રહી, આવી સ્થિતિમાં ઘણા લોકો રૂમ હિટરનો સહારો લઈ રહ્યા છે, જેનાથી ઠંડીછી ખૂબ જ આરામ પણ મળે છે કારણ કે શિયાળાની આ ઠંડીમાં રૂમ હીટરથી રૂમનું તાપમાન સંપૂર્ણ રીતે સામાન્ય થઈ જાય છે, પરંતુ શું તમે જાણો છો કે ગરમી મેળવવા માટે તમે જે રૂમ હીટરનો ઉપયોગ કરી રહ્યા છો તે તમારા જીવને જોખમમાં મૂકી શકે છે. કેવી રીતે જાણીએ..
ત્વચા માટે હાનિકારક
શિયાળાની ઋતુમાં આપણું શરીર એ રીતે હાઈડ્રેટ નથી રહેતું. ઓછું પાણી પીવાના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. કુદરતી ભેજ પણ નષ્ટ થઈ જાય છે. આવી સ્થિતિમાં રૂમમાં લાંબા સમય સુધી હીટર ચાલુ રાખવું અને આખી રાત હીટર રાખીને સૂવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે રૂમ હીટરનું તાપમાન તેની હાજરી હવામાંથી ભેજને સંપૂર્ણપણે નષ્ટ કરી દે છે. જેના કારણે તમારી ત્વચા શુષ્ક, બની જાય છે. જો તમારી ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય તો ત્વચા પર લાલ ફોલ્લીઓ, ખંજવાળ આવવાની શક્યતા વધી જાય છે.
રોગપ્રતિકારક શક્તિ પર અસર
શિયાળામાં જ્યારે તમે રૂમમાં રૂમ હીટર લાઇટ કરો છો, ત્યારે રૂમનું તાપમાન અને રૂમની બહારનું તાપમાન અલગ-અલગ હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે રૂમની બહાર જાઓ છો, ત્યારે તાપમાનમાં અચાનક ફેરફાર થાય છે. તમને ઠંડી લાગે છે. આ તમારા શરીર માટે ખૂબ જ ખતરનાક બની શકે છે. આવી સ્થિતિમાં, તમારી રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે. અને તમે બીમાર પડી શકો છો, તમને શરદી પણ થઇ શકે છે.
બ્રેઈન હેમરેજની શક્યતા
ઘણા લોકો ગેસ હીટરનો ઉપયોગ કરે છે. તેનાથી ઊંઘમાં જ મૃત્યુની શક્યતા વધી જાય છે. કારણ કે તે કાર્બન મોનોક્સાઈડ છોડે છે.આવી સ્થિતિમાં રૂમમાં હાજર કાર્બન મોનોક્સાઈડની માત્રા મગજમાં લોહીનો સપ્લાય બંધ કરી શકે છે, જેના કારણે બ્રેઈન હેમરેજ અને અચાનક મૃત્યુ થવાની સંભાવના રહે છે.
અસ્થમાના દર્દીઓ માટે જોખમ
અસ્થમાના દર્દીઓએ ખાસ કરીને રૂમ હીટર યુઝ ન કરવું જોઇએ. તેમાંથી નીકળતો મોનોકાર્બન ડાયોક્સાઇડ શ્વસન માર્ગ દ્વારા શરીરમાં પહોંચી શકે છે અને અસ્થમાના દર્દી માટે ખતરનાક પરિસ્થિતિ સર્જી શકે છે, જેના કારણે મૃત્યુનું જોખમ રહેલું છે.
આંખોને નુકસાન
રૂમ હીટરથી માત્ર તમારા ચહેરા, વાળને જ નહીં પરંતુ આંખોને પણ અસર થાય છે અને તે આંખોમાંથી પણ મોશ્ચરને છીનવી લે છે. . આવી સ્થિતિમાં આંખોમાં ડ્રાયનેસ અનુભવાય છે અને પછી ખંજવાળ આવે છે અને પછી બળતરા અને ચેપનું જોખમ પણ વધે જાય છે.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, abp અસ્મિતા તેની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )