Alert! હીટવેવના કારણે ગર્ભવતી મહિલાઓને શું થાય છે અસર, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
હાલમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં ભારે ગરમી પડી રહી છે. ગરમીના કારણે અનેક લોકોના જીવ મુશ્કેલીમાં મુકાયા છે
હાલમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં ભારે ગરમી પડી રહી છે. ગરમીના કારણે અનેક લોકોના જીવ મુશ્કેલીમાં મુકાયા છે. વધતી જતી ગરમીના કારણે વડીલો, વૃદ્ધો, બાળકો, સગર્ભા મહિલાઓ તમામને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતના કેટલાક ભાગોમાં ગરમી 45-50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગઈ છે.
ભારતના આ રાજ્યોમાં ગરમી વધી ગઇ છે
આ દિવસોમાં દિલ્હીના મુંગેશપુર, નજફગઢ અને નરેલામાં પણ આવી જ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. પાકિસ્તાનની પણ આવી જ સ્થિતિ છે. પાકિસ્તાનમાં ગરમી 52 ડિગ્રીએ પહોંચી ગઈ છે. જો કે, વધતું તાપમાન અને હીટ વેવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ ગરમી ગર્ભવતી મહિલાઓ અને તેમના બાળકો માટે ખૂબ જ જોખમી છે.
અમેરિકાની નેવાડા યુનિવર્સિટીનું ખાસ રિસર્ચ
અમેરિકન રિસર્ચ મુજબ હાલમાં જ એક સ્ટડી સામે આવ્યો છે. 'અમેરિકાની નેવાડા યુનિવર્સિટી'ના સંશોધકોના જણાવ્યા અનુસાર, 'જર્નલ જામા નેટવર્ક ઓપન'માં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, નેવાડા યુનિવર્સિટીની સાથે અમોરી, યેલ અને યૂટા યુનિવર્સિટીના સંશોધકો સામેલ હતા. નેશનલ સેન્ટર ફોર એટમોસ્ફેરિકે આ સંશોધનમાં પોતાનું વિશેષ યોગદાન આપ્યું છે.
આ ખાસ રિસર્ચ પ્રીમેચ્યોર ડિલિવરી અંગે કરવામાં આવ્યું હતું
આ સંશોધનમાં એ પણ સાબિત થયું છે કે ગરમીના કારણે કોઈપણ ગર્ભવતી મહિલાને લેબર પેઇનની સાથે-સાથે પ્રીમેચ્યોર ડિલિવરી થઇ શકે છે. આટલી વધુ ગરમી ક્લાઇમેન્ટ ચેન્જના કારણે પડી રહી છે. ગરમીના કારણે આ ઋતુ ગર્ભવતી મહિલા અને ગર્ભસ્થ બાળક માટે ખૂબ જ જોખમી છે.
આ સંશોધન 50 થી વધુ મેટ્રોપોલિટન સીટીમાં કરવામાં આવ્યું છે. આ રિસર્ચ જન્મ લેનારા બાળકો પર આધારિત છે. આ રિસર્ચમાં સંશોધકોએ 1993 થી 2017 વચ્ચે જન્મેલા 5.31 કરોડ બાળકોના જન્મ સાથે સંબંધિત સંપૂર્ણ પરિસ્થિતિઓનું વિશ્લેષણ કર્યું છે.
આ રિસર્ચમાં એ વાત સ્પષ્ટ થઇ ગઇ હતી કે જો હીટવેવ અથવા તાપમાન ચાર દિવસ સુધી યથાવત રહે તો આ ગરમ સ્થિતિમાં પ્રીમેચ્યોર ડિલિવરી અને સમય કરતા પહેલા જન્મ લેનારા બાળકોની સંખ્યા વધી શકે છે.
ગરમીમાં સમય કરતા વહેલા જન્મ લેનારા બાળકોની સંખ્યા 21, 53, 609 છે. જ્યારે અર્લી ટર્મ બર્થના બાળકોની સંખ્યા 57,95,313 છે. તેમાંથી 30 ટકા માતાઓ એવી હતી જેમની ઉંમર 25 વર્ષથી ઓછી હતી. જ્યારે 53.8 ટકા 25 થી 34 વર્ષની વય જૂથની હતી. જ્યારે 16.3 ટકા મહિલાઓ એવી હતી જેમની ઉંમર 35 વર્ષથી ઓછી હતી. આ રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે છેલ્લા 25 વર્ષમાં પ્રીમેચ્યોર બર્થમાં ઘણો વધારો થયો છે., સમય પહેલા જન્મેલા બાળકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
આ રિસર્ચમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે 30 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં પ્રિમેચ્યોર થવાની ફરિયાદમાં નોંધપાત્ર વધારો થયો છે.
સમય કરતા વહેલા જન્મ લેવો એટલે શું?
સમય પહેલા જન્મ લેનારાને એ સ્થિતિને કહેવામાં આવે છે જ્યારે બાળક ગર્ભાવસ્થાના 37 અઠવાડિયા પહેલા જન્મે છે. આ સમયગાળા દરમિયાન અથવા તે પહેલાં જન્મેલા બાળકને પ્રિમેચ્યોર કહેવામાં આવે છે. સગર્ભાવસ્થાના 37 થી 39 અઠવાડિયાની વચ્ચે જન્મેલા બાળકને અર્લી ટર્મ બર્થ કહેવામાં આવે છે. જ્યારે કોઇ બાળકનો જન્મ જો 40મા અઠવાડિયા પછી થાય તો તેને સામાન્ય કહેવામાં આવે છે.
સમય કરતા પહેલા જન્મ લેનારા બાળકના શરીરમાં અનેક સમસ્યાઓ જોવા મળી શકે છે. તેનો યોગ્ય રીતે વિકાસ થતો નથી અને આ તેના મૃત્યુનું કારણ બની શકે છે. આખી જિંદગી તે બાળકને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યાઓ શ્વાસ, માનસિક સ્વાસ્થ્ય અને બિહેવિયર ડિસઓર્ડર સાથે સંબંધિત હોઈ શકે છે.
આ મામલે ભારત નંબર વન છે
યુનાઈટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા રિપોર્ટ "બોર્ન ટુ સૂન: ડિકેડ ઓફ એક્શન ઓન પ્રિટર્મ બર્થ"માં ખુલાસો કર્યો હતો કે ભારતમાં વર્ષ 2020 દરમિયાન 30.2 લાખ બાળકોનો જન્મ પ્રિમેચ્યોર ડિલિવરીમાં થયો હતો. આવા બાળકોની સંખ્યામાં દિવસેને દિવસે 13 ટકાનો વધારો થઈ રહ્યો છે. ભારતમાં દર 13મું બાળક સમય પહેલા જન્મે છે. આંકડા અનુસાર, વર્ષ 2020માં આખી દુનિયામાં જેટલા પણ બાળકોનો જન્મ થયો છે તેમાંથી 22.5 ટકા બાળકો ભારતીય હતા. આ સંદર્ભમાં આપણે કહી શકીએ કે ભારત આ મામલે નંબર વન પર છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )