Skin care Tips:વધતી ઉંમર સાથે ચહેરા પર કસાવટ બનાવી રાખવા માટે અજમાવી જુઓ આ ઘરેલુ નુસખા
વધતી ઉંમર સાથે ત્વચા ઢીલી પડવા લાગે છે, તેથી અસરકારક ઉપાય એ છે કે ચહેરાને મસાજ કરવો. તેનાથી ત્વચા ટાઈટ અને હાઈડ્રેટ રહેશે. આપ મસાજ માટે નારિયેળથી લઈને ઓલિવ તેલનો ઉપયોગ કરી શકો છો.
Skin care tips: વધતી ઉંમર સાથે ત્વચા ઢીલી પડવા લાગે છે, તેથી અસરકારક ઉપાય એ છે કે ચહેરાને મસાજ કરવો. તેનાથી ત્વચા ટાઈટ અને હાઈડ્રેટ રહેશે. આપ મસાજ માટે નારિયેળથી લઈને ઓલિવ તેલનો ઉપયોગ કરી શકો છો.
ત્વચાની ફર્મનેસ અને ગ્લોને જાળવવા માટે આહારની સાથે પૂરતી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. તેથી રાત્રે ઓછામાં ઓછા 7-8 કલાકની ઊંઘ લેવાની આદત પાડો.
વધુ પડતો સ્ટ્રેસ લેવાથી વાળ ખરવા ઉપરાંત ત્વચા પર પણ અસર થાય છે. આ કારણે તણાવ લેવાનું પણ ટાળો. પૂરતા પ્રમાણમાં પાણી પીવો. તણાવ ઓછો કરવા માટે ધ્યાન અને યોગની મદદ લો.
અઠવાડિયામાં એકવાર સ્ક્રબિંગ કરો. આ માટે ખાંડ અને ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકાય છે. સ્ક્રબિંગ પછી ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે એલોવેરા જેલનો ઉપયોગ પણ એક મહત્વપૂર્ણ સ્ટેપ છે.
Skin Superfood: ગ્લોઇંગ સ્કિન મેળવવા માટે નિયમિત ખાઓ આ ફુડ, જીવનભર રહેશે ખૂબસૂરત ત્વચા
સુંદર અને યંગ દેખાવવું કોને ન ગમે? દરેક વ્યક્તિ ઈચ્છે છે હોય છે કે તેમની ત્વચા દાગ વગરની, પિમ્પલ્સ વગરની હોવી જોઈએ. જો કે, આ માટે તમારે તમારી ત્વચાની કાળજી લેવાની જરૂર હોય છે. ત્વચાને લાંબા સમય સુધી સ્વસ્થ અને યંગ રાખવા માટે તમારા આહારમાં કેટલાક સુપરફૂડનો સમાવેશ કરવો જરૂરી છે. જાણો કયા એવા સુપરફૂડ્સ છે જે ત્વચાને ગ્લોઇંગ બનાવે છે.
ટામેટા- યંગ સ્કિન માટે ટામેટા ખૂબ જ સારો વિકલ્પ છે. જો તમે દરરોજ એક ટામેટું ખાશો તો શરીરને વિટામિન એ, વિટામિન સી અને પોટેશિયમ સારી માત્રામાં મળશે. ગ્લોઈંગ સ્કિન માટે ડાયટમાં ટામેટાંનો સમાવેશ કરો.
પાલક- લીલા શાકભાજી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાલક થાક, એનિમિયા અને ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. પાલકમાંથી શરીરને ભરપૂર માત્રામાં આયર્ન, વિટામિન કે અને સી મળે છે.
બદામ અને સીડ્સ - સ્વસ્થ ત્વચા મેળવવા માટે, તમારે તમારા આહારમાં બદામ અનેસીડ્સનો સમાવેશ કરવો જોઈએ. બદામ, કાજુ, કિસમિસ, અખરોટનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. ફ્લેક્સ સીડ્સ, કોળાના બીજ, ચિયા સીડ્સને પણ તમારા આહારનો ભાગ બનાવો. તેમાંથી વિટામિન ઈ મળે છે, જે ત્વચાના મોશ્ચરને જાળવે છે.
દહીં અને ઓટમીલ- તમારે તમારા આહારમાં વિટામિન બીથી ભરપૂર દહીં અને ઓટ્સ જેવી વસ્તુઓ પણ સામેલ કરવી જોઈએ. ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે વિટામિન બી ખૂબ જ જરૂરી છે. આ માટે તમારે દહીં ખાવું જ જોઈએ.
બેરી- ત્વચાને સ્વસ્થ રાખવા માટે ખાટાં ફળો અને બેરીનો આહારમાં સમાવેશ કરવો જરૂરી છે. સાઇટ્રસ ફળો શરીરને વિટામિન સી પ્રદાન કરે છે અને બેરી શરીરમાં કોલેજનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. કોલેજન સ્કિનને યંગ અને સોફ્ટ રાખવામાં મદદ કરે છે.
Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. આ જણાવવું જરૂરી છે કે. Abp અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )