શોધખોળ કરો

શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 

વિટામિન B12 એ આપણા શરીર માટે ખૂબ જ જરુરી પોષક તત્વ છે.  તે નર્વસ સિસ્ટમ અને રક્ત કોશિકાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

Foods For Vitamin B12: વિટામિન B12 એ આપણા શરીર માટે ખૂબ જ જરુરી પોષક તત્વ છે.  તે નર્વસ સિસ્ટમ અને રક્ત કોશિકાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ વિટામિન ડીએનએ બનાવવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે. વિટામિન B12 સામાન્ય રીતે પ્રાણી ઉત્પાદનોમાં વધુ જોવા મળે છે, તેથી જે લોકો શાકાહારી છે તેમને વિટામિન B12 ની ઉણપનું જોખમ વધુ હોય છે. જો કે, કેટલાક એવા ખોરાક છે જેમાં વિટામીન B12 ભરપૂર માત્રામાં હોય છે પરંતુ તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. જો તમે પણ વિટામિન B12 થી ભરપૂર ખોરાક વિશે જાણતા નથી, તો અહીં કેટલાક  ખોરાક વિશે  માહિતી આપવામાં આવી છે જે તમારી  B12 ની ઉણપ દૂર કરવામાં મદદ કરી શકે છે.

વિટામિન B12 માટે આ વસ્તુઓનું કરો સેવન 

1. ન્યુટ્રિશનલ યીસ્ટ

ન્યુટ્રિશનલ યીસ્ટ એ ફોર્ટિફાઇડ ફૂડ છે જે B12 થી ભરપૂર હોય છે. આ શાકાહારી અને વેગન લોકો માટે એક ઉત્તમ વિકલ્પ છે. તે સ્વાદમાં થોડું ચીઝ જેવું છે, તેથી તેનો ઉપયોગ સૂપ, સલાડ અને પાસ્તામાં ઉમેરીને કરી શકાય છે. વિટામિન B12 ઉપરાંત તેમાં પ્રોટીન અને ફાઈબર પણ સારી માત્રામાં હોય છે.

2. ટેમ્પેહ 

ટેમ્પેહ એક ફર્મેંટેડ  સોયા પ્રોડક્ટ છે, જે ઇન્ડોનેશિયામાં ખૂબ જ લોકપ્રિય છે. તે પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને જો તે ખાસ કરીને મજબૂત હોય તો તે વિટામિન B12નો સારો સ્ત્રોત પણ બની શકે છે. ટેમ્પેહને સ્ટર-ફ્રાય, સેન્ડવીચ અથવા સલાડમાં ઉમેરીને ખાઈ શકાય છે.

3. ક્લૈમ્સ (સીપ)

ક્લૈમ્સ સી ફૂડમાંથી એક છે જે  વિટામિન B12 થી સમૃદ્ધ છે. નાની નાની સીપોમાં  B12 ખૂબ સારી માત્રામાં હોય છે. આ સિવાય ક્લેમ્સમાં આયર્ન અને પ્રોટીન પણ ભરપૂર હોય છે, જે તમારા સ્નાયુઓ અને શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

4. ફોર્ટિફાઇડ પ્લાન્ટ બેસ્ડ મિલ્ક 

આજકાલ બજારમાં ઘણા પ્લાંટ બેસ્ડ દૂધ ઉપલબ્ધ છે, જેમ કે સોયા, બદામ અને ઓટ મિલ્ક, જે વિટામિન B12 થી ફોર્ટિફાઈ કરવામાં આવે છે. શાકાહારી લોકો માટે પણ સારો વિકલ્પ છે.

5. શિટાફી મશરૂમ 

શિટાફી મશરૂમ એક પ્રકારનું  ફર્મેંટેડ મશરૂમ છે જે ખાસ કરીને વિટામિન B12 થી ભરપૂર છે. જો કે આમાં B12 નું પ્રમાણ માંસ અથવા ડેરી ઉત્પાદનો કરતા ઓછું છે, તે શાકાહારીઓ અને વેગન લોકો માટે સારો વિકલ્પ છે.

6. સોયા ઉત્પાદનો (ટોફુ, સોયા દૂધ) 

સોયા ઉત્પાદનોને ફોર્ટિફાી કરવામાં આવે છે જેથી તેમાં વિટામિન B12 સામેલ થઈ શકે, ખાસ કરીને  ટોફુ અને સોયા મિલ્કમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી12 જોવા મળે છે. તે શાકાહારી અને વેગન લોકો માટે સારો સ્ત્રોત છે. 

Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
 
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: રાજ્યની આ નગરપાલિકામાં સફાઈ કામદારને બનાવવામાં આવ્યા પ્રમુખ
Gandhinagar: રાજ્યની આ નગરપાલિકામાં સફાઈ કામદારને બનાવવામાં આવ્યા પ્રમુખ
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
Gandhinagar: જાણો કોને બનાવવામાં આવ્યા ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ
Gandhinagar: જાણો કોને બનાવવામાં આવ્યા ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Vidhan Sabha: રાજ્યમાં શાળામાં શિક્ષકોની ઘટની વિધાનસભા ગૃહમાં ખૂલી પોલFire at Porbandar: પોરબંદરમાં બાવળના જંગલમાં લાગેલી આગ વધુ વિકરાળ બનીGir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: રાજ્યની આ નગરપાલિકામાં સફાઈ કામદારને બનાવવામાં આવ્યા પ્રમુખ
Gandhinagar: રાજ્યની આ નગરપાલિકામાં સફાઈ કામદારને બનાવવામાં આવ્યા પ્રમુખ
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
Gandhinagar: જાણો કોને બનાવવામાં આવ્યા ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ
Gandhinagar: જાણો કોને બનાવવામાં આવ્યા ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ
Jetpur:  જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત,જયેશ રાદડીયાએ આપ્યા અભિનંદન
Jetpur: જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત,જયેશ રાદડીયાએ આપ્યા અભિનંદન
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Embed widget